________________ ક્ષયોપશમમાં મોહ આવે–જાય એ પરિણામ થાય. મોહ એકસરખો છૂટતો જાય તો ક્ષાયોપશમિક છૂટે અને ક્ષાયિકમાં આવે. ક્ષાયોપથમિક એ ટેમ્પરરી છે– એમાં પૂર્ણતા માની લેવાય તો આત્મા આગળ ન વધે. ૭મા ગુણઠાણે ક્ષાયોપથમિક ચડ–ઉતર થાય. ૮મા ગુણઠાણે શ્રેણિ માંડી ક્ષાયિકભાવ આવ્યો. એમાં વૃદ્ધિ થતાં ઉપર ઉપર ચડતો જાય તો ૧રમા ગુણઠાણે મોહ જાય. ક્ષાયિકવીતરાગતા પૂર્ણ–૧૪મા ગુણઠાણે સંપૂર્ણ શુધ્ધ થાય. ૭મા ગુણઠાણે ચડે–પડે. ચડવામાં શુદ્ધિ, પડે તો અશુદ્ધિ. મોહને દબાવી દીધો. ઉદયમાં નથી માટે શુદ્ધિ, અશુદ્ધિ ઉદયમાં આવે એવો પડે. આત્મા પોતાના સ્વભાવ-ગુણઠાણામાં ન રહે તે મોહ. પુદ્ગલ સાથે રહેવાનો ભાવ એ મોહ પોતાનામાં રહેવામાં મુંઝવણ થાય એ મોહ. ૯નોકષાય- મોહના પરિણામ છે. શરીરની ચેષ્ટા કરાવે. મોહમટી જાય કે ઓછો થાય તો શરીરની ચેષ્ટા કરવાનું મન ન થાય. * પુદ્ગલની ચેષ્ટા રોકવી એ ધ્યાન. આત્મવીર્ય પોતાના ગુણમાં પ્રવર્તમાન થાય તો ચેષ્ટા ન કરી શકે. પ્રવૃત્તિ અને ચેષ્ટા બને અલગ છે. પ્રવૃત્તિ આત્મવીર્યના પ્રવર્તનથી થાય. ચેષ્ટા મોહનાવિકારથી થાય. પ્રવૃત્તિ સાથે વીર્ય પ્રવૃત્તિ ભળે અને મોહચેષ્ટા ન ભળે તો નિર્જરાનું કારણ બને. ક્ષાયિક ભાવની પરિણતિ એ સાધ્ય છે. જ્યાં સુધી સાધ્યની પૂર્ણતાના આવે ત્યાં સુધી બધું સાધન ગણાય. સાધ્યસિવાયના સર્વને સાધન માની જેમ જેમ સાધ્ય સિદ્ધ થાય તેમ સાધન છોડતો જાય. ચાર નિક્ષેપે ત્યાગની વિચારણા નામ–સ્થાપના-દ્રવ્ય–ભાવથી ત્યાગ કરવાનો છે. * નામ નિક્ષેપો–નામથી ત્યાગ - કોઈનું 'ત્યાગ' નામ હોય. સ્થાપના નિક્ષેપો–સ્થાપના ત્યાગ:-દસ યતિધર્મની સ્થાપના કરી પૂજા કરવાની તો ત્યાગ ધર્મની સ્થાપના થાય. જેમ પાંચ પરમેષ્ઠિ - ચાર * શાળા જ્ઞાનસાર-૩ // 19