________________ જાગે ત્યારે શુદ્ધ દેવ-ગુરુ-ધર્મનો સ્વીકાર કરે. અરિહંત પરમાત્માને ગુણથી સ્વીકારે. મારી પૂર્ણતા એના ગુણની પૂર્ણતાથી જ થશે એમ માને. આ બધા આત્મધર્મના કારણો છે. એ કારણો જાણી ધર્મકરે તો શુદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો કહેવાય. શુદ્ધ દેવ - શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ જાણી અંદર રુચિ થાય, નિર્ણય કરી તે પ્રમાણેનો પુરુષાર્થ કરવાની રુચિ કરે કે આત્મામાં સત્તાગત જે છે એ પ્રગટાવવાનાં છે એ પ્રમાણે પુરુષાર્થની રુચિ કરે તો જ સમ્યગુદષ્ટિ. સમકિતનો પ્રભાવ ગુણને જોઈગુણની રૂચિ થાયતોનિયમા–સમકિતનું લક્ષણ. પુદ્ગલને જોઈ પુગલની રુચિ થાય તો મિથ્યાત્વનું લક્ષણ. સ્વની રુચિ રૂપ ભાવનો પ્રશસ્ત પણ ત્યાગ કરવાનો છે. વ્યવહારથી પ્રશસ્ત ઉપાદેય છે. પોતે વીતરાગ બન્યા પછી પ્રશસ્તનો પણ ત્યાગ કરવાનો છે. અરિહંત પરમાત્મા સાક્ષાત્ હોય તો તેનો સ્વીકાર કરી તે મય બનવાનો પ્રયત્ન કરવાનો. પોતે કેવલી બને તો પોતાનું અસ્તિત્વ જુદું રહે. કેવલીઓ જ્ઞાનથી પૂર્ણ હોવા છતાં તેઓ તીર્થંકર પરમાત્માના સમોવસરણમાં આવી તેમની દેશના સાંભળે તેવા પ્રકારનો કલ્પ હોય છે. વસ્તુનો તત્ત્વથી પૂર્ણ નિર્ણય ન થાય તો વિકાસ ન થાય. મોહનો પરિણામ છોડવાનો. અપ્રશસ્ત છોડી ધીમે ધીમે પ્રશસ્ત પકડી, પ્રશસ્તને છોડતાં જવાનું છે. સાધ્ય - સાધન અને સાધનાની ભૂમિકાની ભેદરેખા સ્પષ્ટ ન હોય તો ગૂંચવણ ઊભી થાય. * પ્રશસ્ત મોહનો પરિણામ પાતળો થતો જાય. (સુદેવ-ગુરુ ધર્મ પ્રત્યેનો રાગ) જ્ઞાનસાર-૩ || 17