________________ (2) અનાભિગ્રહીકઃ જગતમાં જેટલાદેવ-એ બધા સારા, મિથ્યાત્વની તીવ્રતા નથી, ભદ્રિકતા હોય, સત્ય સમજાવનારનો યોગ મળે તો આત્માનું કલ્યાણ થાય. કોઈપણ જીવને મિથ્યાદષ્ટિ માની, હલકી દષ્ટિથી ન જોવાય. એ આત્મા કદાચ વિકાસની ભૂમિકામાં હોય અને આપણે પડવાની ભૂમિકામાં આવી જઈએ. આપણે સારી ભાવના ભાવીએ તો સમકિતની નિર્મળતા થાય. કષાય કર્યો તો સમકિત મલિન થાય. (3) આભિનિવેશિક સમ્યગુદષ્ટિ આત્મા હોય પણ મિથ્યાત્વના ઉદયે કોઈ એક વાતમાં પકડ આવી જાય. (દા.ત. જમાલિ) (4) સાશયિક શંકા પામે. સમ્યકત્વમાં અતિચાર લગાડે. ઉપશમ - ક્ષાયિકમાં અતિચાર ન લાગે. અનાભોગઃ સર્વજ્ઞના વચન પ્રમાણે માનવામાં ઉપયોગનો અભાવ આપણને આમિથ્યાત્વ હોઈ શકે. મિથ્યાત્વની મંદતાથી ક્ષાયોપથમિક સમકિત પ્રાપ્ત થઈ શકે. જ્યારે આત્માને સમ્યક્ દર્શન પ્રગટ થાય ત્યારે પોતાની અંદર રહેલા ધર્મની રુચિ થાય. આત્મા શરમાવર્તામાં આવે પછી જ સમકિત પ્રગટી શકે. અચરમાવમાં સંસાર વધારવાના લક્ષથી જ દેવ-ગુરુ પાસે જાય. ધર્મ કરવાથી વિનો ટળે, ઉપાધિ ન આવે એવી શ્રદ્ધા પ્રબળ હોય. સમ્યકત્વ એટલે અસ્તિત્વનો નિર્ણય - અસ્તિત્વનો સ્વીકાર અને અસ્તિત્વની રુચિ.સ્વ આત્માના અસ્તિત્વનો નિર્ણય પછી રુચિ થાય.અનાદિથી થયેલ મુક્તિનો દ્વેષ ટળે ત્યારે ચરમાવર્તામાં આવે. . ધર્મના અધિકારી કોણ? ધર્મના અધિકારી આસન ભવ્ય તથા અપુનબંધક ભવ્ય જીવો બને. સમ્યદર્શન પ્રગટ થાય આત્માદિ ગુણરૂપે ધર્મ સમજાય એની રુચિ જ્ઞાનસાર-૩ || 16