________________ આ અપ્રશસ્ત છૂટે નહીં ત્યાં સુધી પ્રશસ્તને ન છોડાય. પછી પ્રશસ્તને પકડી પ્રશસ્તને પણ છોડવાનું. * અપ્રશસ્ત સ્વરૂપ અને સ્વભાવને પ્રગટ કરવામાં જે સહાયક ન હોય એ અપ્રશસ્ત, પર પરિણતિનો ત્યાગ કરી સ્વ પરિણતિને ગ્રહણ કરવાની. * અપ્રશસ્ત કુદેવ-કુગુરુનો ત્યાગ કરવાનો. સાધન તરીકે વિષયોના બધા સાધનોનો ત્યાગ કરવાનો. * પ્રશસ્ત સુદેવ–સુગુરુ-સુધર્મનું આલંબન, આગમ, રજોહરણ, બધું સારું ગ્રહણ કરવાનું વિધિરૂપે બતાવેલ વ્યવહાર ગ્રહણ કરવાનો, આલંબન ગ્રહણ કરવાનું સ્વપરિણતિને ગ્રહણ કરી પ્રશસ્તને પણ છોડી દેવાનું. સ્વપરિણતિરૂપ જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ-ભાયોપથમિક ભાવમાં જવાનું છે. દા.ત. વ્યવહારથી ઉપવાસ એટલે ત્રણ કે ચાર આહારનો ત્યાગ.એ દ્રવ્ય અને ખાવાની ઈચ્છાનો અભાવ એ તપની પરિણતિ. અર્થાત્ ભાવથી તપ. અલ્પકાળ માટે થાય તે ક્ષયોપશમ, સદા માટે થાય તે ક્ષાયિક. ક્ષાયિકભાવ પ્રગટ કરવા માટે અભ્યાસ રૂપેક્ષયોપશમ એ પણ સાધન. પૂર્ણતા એ ક્ષાયિક ભાવ છે. * જે આત્મામાં સદા ન રહે તેનો ત્યાગ કરવાનો છે. આત્માનું સંપૂર્ણ સ્વરૂપ પ્રગટ થાય - સ્વભાવ પૂર્ણ પ્રગટ ન થાય ત્યાં સુધી ઉપયોગ મૂકવો પડે. ઉપયોગનિરંતરનચાલે, અંદર અંતરાય ઊભો છે. * સ્વરૂપે પ્રગટ કરવા માટે દ્રવ્યથી પુદ્ગલનો ત્યાગ. સ્વભાવ પ્રગટ કરવા માટે જ્ઞાનનો ઉપયોગ–મોહનો ત્યાગ. સર્વજોયના જ્ઞાતારૂપે નિરંતર રહેવાનું. જ્ઞાનના ઉપયોગમાં સ્વરૂપને પકડવાનું છે, નહિતર સ્વરૂપ ઢંકાશે. ક્રિયા દ્વારા આત્માએ યોગમાંચડવાનું, યોગથી ઉપયોગમાંચડી યોગ છોડવાનાં. આત્માના ગુણવૈભવમાં જવાનું છે. જ્ઞાનસાર-૩ || 18