________________ ગાથા : 1 સંયતાત્મા શ્રયે શુદ્ધો-પયોગ પિતર નિજમાં ધૃતિ મખ્ખાં ચ પિતરી, તન્મ વિરુજત ધ્રુવ... ll1 ગાથાર્થ: "હે માતાપિતા! સંયમને અભિમુખ થયેલો હુંરાગદ્વેષ રહિત શુદ્ધ આત્મજ્ઞાનરૂપ પોતાના પિતાનો અને આત્મરતિરૂપ માતાનો આશ્રય કરું છું. આથી હવે તમે મને અવશ્ય છોડો." જે સંયમી બનવા ઈચ્છે છે તે જ શુદ્ધ ઉપયોગરૂપ પિતાની સેવા કરે અને ધૃતિરૂપી માતાનો આશ્રય ધારણ કરી શકે છે. તે માટે કર્યજનિત માતા–પિતાનો ત્યાગ કરવાનો છે. વ્યવહાર તપની સાથે નિશ્ચય નયની કેવી સુંદર ભૂમિકા છે. માટે જ સાધુજીવનમાં સૌ પ્રથમ ઉપયોગનો કાઉસ્સગ્ન કરવાનો છે. યોગ એનિસરણી સ્વરૂપ છે, ઉપયોગ એ શ્રેણિ પર ચઢાવનાર છે. જો ઉપયોગ શુદ્ધ નહોય તો અવશ્ય કર્મબંધ થાય, ઉપયોગથી ક્રિયામાં અપૂર્વ આનંદ પ્રગટ થાય અને તે ક્રિયા દ્વારા અપૂર્વ એવી કર્મનિર્જરા થાય. જીવે જે કુક્ષિમાં જન્મ લીધો છે એ મારી માતા છે એમ માને છે એ મિથ્યાત્વ છે. તેના કારણે આત્મા સહજ સમતામાં આવી શકતો નથી. માના આહાર દ્વારા તે પ્રથમ પોતાના શરીરની રચના કરે છે પણ આ બધું ઔદયિક નામકર્મના કારણે થાય છે. તેથી તેના દ્વારા બંધાયેલા સંબંધો અશાશ્વત છે એમ સમજીને સંયત આત્મા ઉપયોગ રૂપ પિતાનો આશ્રય કરીને રહે છે. શેયના માત્ર જ્ઞાતા બનવાનો ઉપયોગ આપણામાં છે કે નહીં? જો છે તો આત્માની અભિમુખ બની પ્રગતિના સોપાન સર કરી શકીશું. માટે જ અહીં સંયત આત્મા અને સંયમને અભિમુખ બનેલા આત્માની વાત કરી છે. જિનાજ્ઞાનો સ્વીકાર કર્યો છે હવે તે મુજબ પાલન કરવાનું છે. જ્ઞાનસાર-૩ || રર