________________ કાળથી અધિકકાળ એક સ્થાને વધુ ન રહી શકે. શાશ્વત પ્રતિમામાં રહેલા પરમાણુઓ પણ શાશ્વત નથી. કાળક્રમે ચાલ્યા જાય.બીજા આવી જાય. આત્મા સાથે જે પર સંયોગ છે તે અશાશ્વત છે. નિયમ છૂટવાવાળા છે. તો જીવ શા માટે તેને પકડી રાખે છે? સ્વેચ્છાએ એનો ત્યાગ કરવામાં આવે તો દુઃખનું કારણ ન બને. નહિતર છૂટે ત્યારે દુઃખી થવાય. માટે અશાશ્વતને છોડી શાશ્વતને પકડ! આત્માનું સ્વરૂપ અને સ્વભાવ શાશ્વત છે. એ સિવાયનું બધું જ ત્યાજ્ય છે. માટે સંયમને અભિમુખ બનેલો આત્મામા-બાપને વિનંતી કરે છે કે નક્કી મારે તમને અને તમારે મને છોડવો પડશે. તો સ્વેચ્છાએ જ છોડી દઈએ. તારા મારાનો આરોપ મિથ્યા છે. માટે આપણું જીવન મૃષાવાદ પર ચાલે છે. શુદ્ધ ઉપયોગ પિતા અને આત્મરતિ માતા છે એને સદા માટે પકડી રાખવાનાં છે. ગુપ્તિ એ રક્ષણ છે અને સમિતિ એ રક્ષણ માટેની પ્રવૃત્તિ છે. જીવે સ્વભાવનું રક્ષણ કરવાનું છે. માનવભવમાં ત્યાગ કરી શકે. સમજીને છોડી દે, તદ્ગત પરિણામ વાળો બની શકે. હવે જન્મદાતા માતાપિતાનો કદી સંયોગ ન થાય એવા માતાપિતાને પકડી લે. સર્વ સુખનાદાયક એવા પ્રભુ પાસે જઈએ તો બેના રોદણાં રડીએ. (1) જે નથી તેનો અભાવ (2) જે છે તે જાય નહીં માટે. મિથ્યાત્વના ઉદયથી જીવ સદા દુઃખી જ રહે. સંયોગમાં આત્મા જેટલો સુખી એવિયોગમાં એટલો વધારે દુઃખી. શરીર ઈષ્ટ કે જીવ ઈષ્ટ છે? અત્યારે શરીર જ ગમે છે માટે આત્મા સમાધિને નથી પામતો. સાધના–આરાધનામાં દષ્ટિ ફેરવવાની છે. દોષ ટળે–દષ્ટિ ખૂલે ભલી.' દષ્ટિનિર્મળ ન થાય ત્યાં સુધી આચારની નિર્મળતા ન થાય. જ્ઞાનસાર–૩ // 28