________________ આ ત્રણનો ત્યાગ થાય ત્યારે પૂર્ણતા પ્રાપ્ત થાય. અર્થાત્ જ્ઞાનથી કેવલી અને સ્વભાવથી વીતરાગ બને. અશુભ રાગાદિભાવનો ત્યાગ તે માટે પ્રશસ્ત અરિહંતાદિ આલંબન જરૂરી, પછી અરિહંત આદિ શુભ આલંબનનો પણ ત્યાગ કરવાનો. અશુભમાંથી શુભમાં આવવા માટે શુભ આલંબન મૂકયાં છે. પછી સામાયિક–પૌષધ–વિરતિ વગેરે.વિરતિની પ્રધાનતા માટે આત્મામાં ઉતરવું પડે. પૂર્ણતા પ્રગટ ન થાય ત્યાં સુધી ભાવ સામાયિકમાં રહેવાનું છે. વીતરાગતા ન આવે, કેવલજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી સૂત્રની સહાય લેવાની. 2 મિથ્યાત્વ મુખ્ય બે પ્રકારે : વ્યકત અને અવ્યકત આત્મા અનાદિથી મિથ્યાદષ્ટિ છે. આત્મા જ્યાં સુધી સંજ્ઞીપણાને પામતો નથી ત્યાં સુધી એને અવ્યક્ત મિથ્યાત્વછે. અજ્ઞાન અવસ્થા છે. દેવની ખબર જ નથી.નિગોદમાંથી બહાર નીકળી એકેદ્રિય-બેઈદ્રિય-તેઈદ્રિયચઉરિંદ્રિય અસંજ્ઞી પંચેન્દ્રિય સુધી અવ્યક્ત મિથ્યાદષ્ટિ હોય. દેવતત્ત્વ - ગુરુતત્ત્વનું ભાન ન હોય પછી સંજ્ઞીપણું પામે ત્યારે વ્યક્તિ મિથ્યાત્વ પામે. નરકગતિમાં સંજ્ઞીપણું હોવામાં સમ્યગું જ્ઞાન અતિ દુર્લભ છે. મનુષ્યભવમાં અનાર્યભૂમિમાં ઉત્પન્ન થાય તો કંઈ ન કરી શકે. તિર્યંચમાં પણ ઉપયોગ ન આવે. કદાચ જાતિ સ્મરણ થાય તો જુદી વાત છે. જે વ્યકત મંદ મિથ્યાત્વી જીવ હોય તે સમકિત પામી શકે. આત્મા અનાદિથી અવ્યકત મિથ્યાત્વમાં જ રહ્યો છે. દેવ-ગુરુનો સંયોગ મળવો અતિ દુર્લભ છે. વ્યક્ત મિથ્યાત્વ પાંચ પ્રકારે છે. (1) અભિગ્રહીક (2) અનાભિગ્રહીક (3) આભિનિવેશિક (4) સાંશયિક (5) અનાભોગ. (1) અભિગ્રહકઃ પોતે માનેલા દેવ-ગુરુને જ સાચા માને ત્યાં સુધી આત્મા સમકિત ન પામી શકે. એની પક્કડ તીવ્ર હોય. જ્ઞાનસાર-૩ // 15