________________ ગુણ) સમવાય સંબંધથી રહેલો છે. ગુણો આત્મામાં સમવાય સંબંધથી રહ્યા છે. જે આત્મા સાથે રહે છે તેની માટે મહેનત નથી, જે ધનાદિઆત્મામાં રહેવાના નથી એની માટે આત્માદોડાદોડી કરે છે. બહાર જે છે એ મેળવવા પુરુષાર્થ કરીએ છીએ પણ અંદર રહેલા કેવલજ્ઞાનને પ્રગટ કરવા માટેનો પુરુષાર્થ નથી. સમ્યગુદર્શનવાળો આત્મા કાયપાતી હોઈ શકે, ચિત્તપાતી ન હોય. હમણા સુધી હું મારા સ્વરૂપ સ્વભાવને ભૂલી ગયો હતો. પરમાત્મા દર્શન કરતાં મને મારો સ્વભાવ યાદ આવ્યો. મિથ્યાત્વ પડલ નાશ થવાથી પરમાત્માના સ્વરૂપનું ધ્યાન-રુચિ થઈ પછી થયું કે આ તો મારામાં અંદર જ છે. મન બીજામાં પડયું એટલે ઉપાધિ થઈ. આત્મા માટે ઉપાદેય અને હેય શું? અનંતકાળથી આત્મા દુઃખો ભોગવવા માટે ટેવાઈ ગયો છે એ દુઃખ વગર એને ચેન ન પડે. આત્માના સ્વરૂપ સિવાય બધું ત્યાગ કરવા યોગ્ય છે. આત્મા સાથે સદા રહે તે ઉપાદેય, સદા ન રહે તે હેય. સ્વની અંદર રુચિનો પરિણામ પ્રગટ કરી પૂર્ણ પુરુષાર્થ કરવાનો છે. મતિ-શ્રુત જ્ઞાનથી શરૂઆત કેવલ જ્ઞાનથી પૂર્ણ. a વ્યવહાર શા માટે ત્યાજ્ય? અને શા માટે કરવાનો? વ્યવહાર નિશ્ચયથી ત્યાજ્ય છે અને નિશ્ચય પૂર્ણ પ્રગટ ન થાય ત્યાં સુધી સર્વજ્ઞ કથિત જ્ઞાનાચારાદિ પંચાચાર વ્યવહાર ઉપાદેય છે. બધો વ્યવહાર પર સ્વરૂપ છે માટે એ છોડવો પડે. ધર્મનો તમામ વ્યવહાર આત્મધર્મ પૂર્ણ ન થાય ત્યાં સુધી કરવો પડે. જ્યાં સુધી સમગ્ર વ્યવહાર ધર્મનિશ્ચયરૂપી ધર્મ બને ત્યાં સુધી કરવાનો છે. તમામ વ્યવહાર ધર્મ સાધન રૂપે છે. આપણે વ્યવહારને પૂર્ણ ધર્મ માની લીધો તેથી નિશ્ચય ધર્મ બાજુ પર રહી ગયો. પોતાના આત્મામાં રહેલો જ્ઞાનાદિ ગુણ રૂપ ધર્મ આત્માથી જુદો નથી પાડવાનો. જ્ઞાનસાર-૩ // 13