________________ ૮મું અષ્ટક ત્યાગ ઈદ્રિય પર જય મેળવવા માટે ત્યાગ કરવાનો તો આત્મા ઈદ્રિયોને જીતી શકે. ઈદ્રિય ઉપર વિજય મેળવવાને બદલે જીવ ઈદ્રિયને આધીન બની જીતતો જાય છે. આત્માના સ્વરૂપ સિવાયનું બધું ત્યાગ કરવાનું છે. જે કર્મથી પ્રાપ્ત થયું છે તે બધું આત્મા માટે હેય છે. સર્વજ્ઞ તત્ત્વ દ્વારા વસ્તુ તત્ત્વનો નિર્ણય ન થાય ત્યાં સુધી વૈરાગ્ય કાચો. આત્માએ ક્રિયા દ્વારા નિર્જરા કરવાની છે પણ સમજ્યા વગર કરેલી ક્રિયાની ફળશ્રુતિ નહીં આવે. પરમાં રહી પરથી પર થવાની સાધના એ મોક્ષ સાધના છે. આત્માના સ્વરૂપને ઢાંકનાર પરભાવ છે એનો ત્યાગ કરવાનો છે. બધા પરભાવનો ત્યાગ આત્મા જ્યારે કરે ત્યારે તેને પોતાનું સુખ પ્રાપ્ત થાય. અઘાતી કર્મના ઉદયથી આત્માને જે પ્રાપ્ત થયું છે તે આત્માનો પરભાવ છે, આ જ જીવનો સંસાર છે. આત્માને આત્મામાં રહેવાને બદલે અઘાતી કર્મના ઉદયથી મળેલી ચાર વસ્તુમાં રહેવાની ભાવના છે, આયુષ્ય-નામ-ગોત્ર-વેદનીય આચારને મોહ પકડે છે. આત્માની રૂપાતીત અવસ્થાને પકડવાથી મોહ એની મેળે છૂટશે. આત્મા કર્મનું સર્જન સતત કર્યા કરે. જેનું સર્જન છે તેનું વિસર્જન થઈ શકે. કર્મથી જે-જે સર્જન કર્યું છે એનું વિસર્જન કરવાનું છે. પોતાને પહેલા નિર્ણય થવો જોઈએ કે પોતાનું શું છે? અને પોતાનું શું નથી. જ્ઞાનસાર // 11