________________ 0 સ્વદ્રવ્ય- સ્વક્ષેત્ર - સ્વકાળ - સ્વભાવ. * સ્વદ્રવ્ય સ્વદ્રવ્યનો નિર્ણય ન થાય ત્યાં સુધી આત્મા સ્વદ્રવ્યમાં ન આવે. પરદ્રવ્યના ઉપયોગનેમિથ્યાત્વના કારણે સ્વ માન્યા. આત્મા એ સ્વદ્રવ્ય છે. એ સિવાય જગતનું એક પણ દ્રવ્ય સ્વદ્રવ્ય નથી. એક પણ દ્રવ્ય પોતાનું ન લાગવું જોઈએ. તમામ પર પર્યાયરૂપે લાગવા જોઈએ. પર સાથે ઔચિત્ય વ્યવહાર કરવાનો છે તો મોહ પોતાનું કાર્ય નહીં કરી શકે. તમામ પરિણામમાં મોહને નાથવાનો છે. * સ્વક્ષેત્ર જ્યાં રહીએ તે જ સ્વક્ષેત્ર. આ જીવને પોતાનું શું છે એ જ સમજાતું નથી એટલે એ પરમાં સ્થિર છે અને પોતાનામાં અસ્થિર છે. આત્માના અસંખ્ય પ્રદેશો એ સ્વક્ષેત્ર છે એ સિવાય બધું છોડવાનું છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ ચારથી અતીત થવાની સાધના એ જ મોક્ષ. * સ્વકાળઃ વ્યવહાર કાળનો આધાર પુદ્ગલ દ્રવ્ય છે. સમગ્ર વ્યવહાર પુદ્ગલના આધાર પર છે. પુદ્ગલોનું પરાવર્તન એ કાળદ્રવ્ય છે. સ્વકાળ દ્રવ્ય ફરતું નથી એના માટે કાળ નહીં બધા પરકાળમાં પર થઈ જવાનું પરની અસરને પામી રાગદ્વેષ પામે. આનાથી રહિત થઈ શેયના જ્ઞાતા બનવાનું છે. રાગ દ્વેષ થાય તો કર્મબંધ થાય તો વિસર્જન ન થાય, સર્જન થાય. દા.ત. શિયાળો આવ્યો, પુગલનું પરાવર્તન વાતાવરણ ફરે. શીતળ પુદગલોનું પ્રમાણ વાતાવરણમાં વ્યાપી જાય. રાત-દિવસ એ પરાવર્તન - સિધ્ધમાં કાંઈ નહીં. * સ્વભાવઃ પર સ્વભાવમાં પુદ્ગલનો સ્વભાવ છોડવાનો. સ્વને પકડવાનો. વર્ણ–ગંધ–રસ–સ્પર્શએ પુદ્ગલનો સ્વભાવ છે. આત્મા અનાદિથી પુદ્ગલમય બન્યો છે એથી એ જ સ્વભાવ બનાવશે. પુગલનો સંબંધ આત્મા સાથે સંયોગ સંબંધથી છે. આત્માને કર્મ-કાયાનો સંબંધ સંયોગ સંબંધ છે. આત્મામાં રહેલો પોતાનો ધર્મ (જ્ઞાનાદિ જ્ઞાનસાર–૩ || 12