________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પ્રથમ પલવ
8888888888888888888888SSSSSSSSSSSSSSSS
ઈચ્છા છે તો લાખ સોનિયા આપે. આપના જેવા વડીલનું વચન કેમ ઉથાપાય? કુળવાન માણસને વડીલને વિનય જાળવો તેજ એગ્ય છે. આ પ્રમાણે મીઠાં વચનથી તેમને રાજી કરી વેચાણનું લખાણ કરી આપી લાખ સેનેયા લઈ તે ઘરે આવ્યા. પિતાને પ્રણામ કરી તે ધન તેમની આગળ મૂકી દીધું, અને બનેલ સર્વ વાત કહી. પછી હજારો સેનેયા ખરચીને ભોજનની સામગ્રી તૈયાર કરવા માંડી. રઈઆઓ પણ જાતજાતની ચીજો મેળવી તથા ઘણી જાતના મસાલા નાખીને ભેજન તૈયાર કર્યું. પિતાની જ્ઞાતિના માણસે, સગાવાલા તથા મિત્રોને નેતર્યા તેઓ આવીને પોતપોતાના આસને જમવા બેસી ગયા. હવે સૌથી પહેલાં કુળની નાની બાળીકાઓ નારંગી, સંતરા વિગેરે મીઠાં ફળો તથા ખજુર, જડદાલુ વિગેરે મે પીરસી ગઈ. તે ફળ ખાતાં તથા ધન્યકુમારના ગુણનું વર્ણન કરતા અનેરો રસ તથા તૃપ્તિને આનંદ ભેગવવા લાગ્યા, ત્યારપછી સ્વાદિષ્ટ અને મનને ખુશ ખુશ કરી દે તેવા ભાતભાતની ચીજોથી બનાવેલા લાડુ આવ્યા પછી ઘીથી ભરેલા, જાણે સ્વર્ગમાંથી ઉતરી આવેલ હોય તેવા, ચંદ્રના મંડળ જેવા સફેદ સુગંધી ઘેબર લાવવામાં આવ્યા. તે સિવાય મધુર-રસની ઈચ્છવાળાને તૃપ્ત કરનાર, તેમજ ગળામાંથી પસાર થતા ગટગટક એવા અવાજ કરતા સફેદ પેંડા પીરસવામાં આવ્યા, વળી ગંગા-કિનારે આવેલ રેતી જેવી સફેદ ખાંડથી મીઠે બનાવેલે અને શરીરમાં ઉત્પન થયેલ ગરમીને શાંત કરી નાખતો શીખંડ પીરસાયો. આ બધું આવી ગયા પછી મીઠી ચીજોથી તૃપ્ત થઈ ગયેલ ઉદરવાળા આમંત્રિત ગૃહસ્થની આહાર પચાવવાની શક્તિની મંદતાને નાશ કરનાર મીઠું, હળદર તથા મરચાં વિગેરે દીપક ચીજો નાખીને બનાવેલી ઉની ઉની પુરીઓ પીરસવામાં આવી, તેમજ બધા રસની મેળવણીથી તૈયાર કરેલ ખજુર વિગેરે પીરસાણા, ત્યારપછી સુગંધી, સફેદ, સુકોમળ તથા સ્નિગ્ધ અને સારા ખેતરમાં ઉગેલા ખંડ અને કલમશાળી વિગેરે જાતના ચેખા, ખાવાની ઈચ્છા ઉત્પન થાય એવા મગ તથા શહેરવાસી લોકોને
૪૦ Onlinelibrary.org
Jain Education Internatio
For Personal & Private Use Only