________________
૪૪
ભગવતીજી સમજવામાં સરળ બનાવવા માટે અને “જિના
મ”ની પ્રભાવના કરવા બદલ આ પશ્રીને ધન્યવાદ આપ્યા વિના રહી શક્તિ નથી. - પ્રસ્તુત ગ્રંથને ઉંડાણથી વાંચતા અને હૃદયથી સમજતા, વિષયને આપશ્રીએ એવી પ્રવાહી શૈલીમાં રજુ કર્યો છે કે વાંચકને એ રસપ્રદ અને બોધપ્રદ જણાયા વિના રહેશે નહી, જે આપશ્રીની વિદ્વત્તા, વિશિષ્ટતા, વિષયનું ઉંડુજ્ઞાન, કૃત જ્ઞાનની ભક્તિ અને સમાજ પ્રત્યે ઉપકારકવૃત્તિ માટે ઘણું ઘણું કહી જાય છે, એ સંદર્ભમાં ચતુર્વિધ સંઘ આપને ઋણી છે. - જ્યારે પ્રારંભ કર્યો છે અને આગળ વધ્યા છે (ભાગ ૧-૨-૩) ત્યારે છેડે વધારે શ્રમ વેઠી, માનસિક થાકને ગૌણ ગણી “ભગવતીજીના બધા જ શતકને આ રીતે રજુ કરી જૈન સમાજને ઉપકૃત કરશે એવી આશા-અપેક્ષા અસ્થાને નહિ ગણાય! - વધારાની મોકલેલ નકલે જિજ્ઞાસુ અને ધર્મ પ્રેમી મિત્રે ને
આપી છે, જેઓએ પણ વાંચીને બે મઢે આપશ્રીની સુંદર શિલી, ઉંડુ જ્ઞાન અને વિશિષ્ટ વિદ્વત્તાની પ્રશંસા કરી છે. આપશ્રીન ઘણુ ખરા નાના મોટા પ્રકાશને અવારનવાર વાંચવા મળ્યા છે જેમાં “ભગવતીસૂત્ર સાર સંગ્ર’નું આલેખન પ્રકાશન શિરમોર સમું જણાયું છે, જે બદલ અભિનંદન! - બાળ ના હિતાર્થે અને શ્રુતજ્ઞાનની સેવાર્થે આપની આજ્ઞાંકિત લેખિની દ્વારા આગમ શાને અને જૈન દર્શનને લાભ સમાજને આપતા રહો એવી અંતરની અભ્યર્થને સહ વિરમું છું.
તા ક. ભગવતીસૂત્ર સાર સંગ્રહ બીજો ભાગ જેમ જેમ વાંચતે ગમે તેમ તેમ વિષયેની સરળ સમજણ સાથે સમગ્ર દષ્ટિ ખીલતી ગઈ, શાસન પ્રત્યે રાગ વધતે ગયે. અને