________________
૧૬ ] અલંકાર ધ્વનિની વાઓથી ભિન્નતા
[ ધ્વન્યાલક સંભળાય એ રીતે આ શબ્દો બોલે છે. એને વાચાર્ય તો નાયિકાને જ લાગુ પડે છે કે તું ના પાડીએ તો સાંભળતી જ નથી. વાર્યા છતાં તે બ્રમરવાળું કમળ સૂછ્યું તો તેણે તારા હોઠે ડંખ દીધો. હવે ભોગવ. પણ એને વ્યંગ્યાર્થ જુદી જુદી વ્યક્તિ માટે જુદો જુદો થાય છે. (૧) પતિને માટે એને વ્યંગ્યાર્થ એ છે કે એને અધર ખંડિત થયો છે તે કોઈ પરપુરુષે નથી કર્યો. એ તો ભ્રમરે ડંખ દીધો છે. એટલે ક્રોધ ન કરીશ. (૨) પતિને ક્રોધે ભરાઈ ઠપકો આપતે સાંભળી, નાયિકાએ દુરાચાર કર્યો હશે, એવી શંકા સેવનાર પડોશીઓને માટે એને વ્યંગ્યાર્થ એ છે કે આ તે બમરે ડંખ દીધો છે, બીજું કશું નથી, ખોટો વહેમ ન લાવશો. (૩) પતિએ ઠપકો આપે અને નાયિકાને દુરાચાર ખુલ્લે પડયો એથી રાજી થતી સપત્નીઓ માટે વ્યંગ્યાર્થ એ છે કે ભ્રમરના ડંખથી પણ વહેમાઈ ને પતિ એને ઠપકો આપે, એ તો પતિને એના ઉપર કેટલો પ્રેમ છે, એ બતાવે છે. સાચી વાત જાણશે એટલે ક્રોધ શમી જશે. તમારે રાજી થવા જેવું કશું નથી. (૪) નાયિકા માટે એને વ્યંગ્યાર્થ એ છે કે પતિએ તને ઠપકો આપે એટલે સપત્નીઓમાં તું હલકી પડી એવું તારે માનવાનું નથી. બલકે, એ તો તારું બહુમાન છે. તારા ઉપર પ્રેમ હોય તો જ આવી. ઈર્ષ્યા થાય ને? હવે મેં બધું સંભાળી લીધું છે એટલે એનો ક્રોધ ઊતરી જશે. (૫) ઉ૫પતિ માટે વ્યંગ્યાર્થ એ છે કે તારી સાથે છૂપો પ્રેમ રાખનારીને આજે તો મેં બચાવી લીધી છે, પણ હવે પછી કદી નિશાની રહે એ રીતે કંઈ ન કરવું. (૬) આસપાસ ઊભેલા ચતુર પુરુષો માટે વ્યંગ્યાર્થ એ છે કે હું કેવી ચતુર છું. મેં કેવું બધું છાવરી લીધું. આમ, અહીં વાચ્ય અને વ્યંગ્યના વિષય જુદા જુદા છે.
આવી રીતે વાયથી ભિન્ન પ્રતીયમાનના અહીં જે ભેદે બતાવ્યા છે, તે ઉપરાંત બીજા પણ ભેદે સંભવે છે. અહીં તે માત્ર દિગ્દર્શન જ કરાવ્યું છે.
આ થઈ વરતુધ્વનિ અને વાચ્યાર્થીની ભિન્નતાની વાત. અલંકાર ધ્વનિની વચ્ચેથી ભિન્નતા
હવે, ધ્વનિને બીજે ભેદ જે અલંકાર ધ્વનિ, તે પણ વાગ્યથી ભિન્ન છે, એવું આગળ બીજા ઉદ્યોતમાં વિગતે બતાવવામાં આવો.