________________
૧૨૦ ] અશક્તિમૂળ ધ્વનિના ભેદો
[ ધ્વન્યાલાક
વસંત ઋતુ ખેડી છે અને આંબાને નવાં પાન અને મેર આવ્યાં છે એટલી હકીકત આમાં કહેવાઈ છે. પણ તે જે રીતે કહેવાઈ છે તેને લીધે એમાંથી રમણીય વ્યંગ્યાની પ્રતીતિ થાય છે. કવિએ વસ ંતમાં ચેતનધને આરાપ કર્યાં છે. તેને કામદેવને મિત્ર માન્યા છે. તે કામદેવ માટે ખાણ તૈયાર કરે છે. આંખાની મજરી એ બાણ છે અને નવપલ્લવ એ એ બાણુનાં પાછલા ભાગનાં પીંછાં છે. એ ખાણાની અણીનું નિશાન યુવતીએ છે. વસંત બાણુ તૈયાર કરે છે, પણ હજી કામદેવને મારવા માટે આપતા નથી. આ બધી કવિની કલ્પના છે અને એને લીધે એવા વ્યંગ્યા સમાય છે કે આ તેા ક્રૂજી વસ ંતની શરૂઆત છે ત્યાં જ એણે કામવૃત્તિને ઉશ્કેરવા માંડી છે, પણ જેમ જેમ વખત જતા જશે તેમ તેમ એનુ તેર વધતું જશે. હજી તેા ખાણ તૈયાર થાય છે. જયારે મદન ધનુષ પર ચડાવી મારશે ત્યારે તે કોણ જાણે શું થશે? આ વ્યંગ્યા કવિની ચમત્કારક ઉક્તિને લીધે જ સંભવિત બન્યા છે, એટલે એ કવિપ્રૌઢાક્તિમાત્રસિદ્ધ અશક્તિમૂલવ્યંગ્ય ધ્વનિનું ઉદાહરણ બન્યું છે.
કવિનિબદ્ધપાત્રપ્રૌઢાક્તિમાત્રનિષ્પન્નશરીરનું ઉદાહરણ પહેલાં ત્રણ પર્વતપે જઈ॰'માં આપેલું જ છે.
4
એ ક્લાક કવિની ઉક્તિ છે એમ માનીએ તે એમાંથી કશે! ખાસ વ્યંગ્યા નીકળશે નહિ, પણ કવિહિપત તરુણુ નાયકની ઉક્તિ માનીએ તેા જ એમાંથી બિફળ જેવા નાયિકાના અધરને ચુંબન કરવાની તેની અભિલાષા વ્યજિત થાય અને તે દ્વારા શૃંગાર રસ સુધી પહેાંચી શકાય. એટલે કવિપ્રૌઢક્તિમાત્રસિદ્ધ અને કવિનબદ્ધપાત્રપ્રૌઢક્તિમાત્રસિદ્ધ એવા એ વિભાગ સાચે જ સ્વીકારવા જેવા છે. એમાં જ વધુ ચમત્કાર છે.
•
એનું જ ખીજુ` ઉદાહરણ—
“ યૌવને આદરપૂર્વક આપેલા હાથના ટેકાથી ઊભાં થયેલાં તારાં સ્તનેાએ જાણે કામદેવના ઊઠાંને સત્કાર કર્યા.”
આ તે કેવળ કવિની ઉક્તિ શ્વેત તેા એનેા અર્થ એટલે જ થાત કે યૌવનને લીધે તારાં રતન ઊંચાં થયાં છે. પણ આ વિનિર્મિત પાત્રની ઉક્તિ હોઈ એમાંથી એવા વ્યંગ્યા નીકળે છે કે તારાં ઉન્નત રતના જોઈ ને કાને કામ ન વધે? હું પણુ કામવશ થયા છું, વગેરે. અને તે ચમત્કારક હોઈ આ ધ્વનિનું ઉદારહણુ બન્યું છે.