________________
ઉદ્યોત ૩-૧ ]
ધ્વનિના પદ અને વાકય પ્રકાશ્ય ભેદ [ ૧૫૩
( એ વેપારી, ‘ જ્યાં સુધી ઘરમાં વીખરાયેલા વાળવાળી વહુ ફરતી હોય ત્યાં સુધી હાંથીદાંત કે વ્યાઘ્રચર્મ અહીં કાંથી હાય ?)
કોઈ વેપારીએ પારધીએના વાસમાં જઈને કોઈ ને પૂછ્યુ' હશે કે હાથીદાંત કે વ્યાઘ્રય મળશે? ત્યારે કોઈ છાપરી બહાર ઊભેલા વૃદ્ધે માપેલે આ જવાબ છે. એને સમજાવતાં વ્રુત્તિમાં કહ્યું છે કે –
આ
અહીં ‘ ગાલે ઝુલ્ફાં ઝુલાવતી ' એ શબ્દો સ્વતઃસંભવી અથશક્તિથી વ્યાધવધૂની સુરતક્રીડામાં આસક્તિ સૂચવે છે અને એના પતિની સતત સભાગને કારણે આવેલી ક્ષીણતાને પ્રગટ કરે છે.
૬. આ સ્વતઃ સંભવી ભેદ વાકયમાંથી પ્રગટ થતા હોય એવુ... ઉદાહરણું
કાનમાં મારતું પીધું ખાસીને વ્યાધની વધૂ, માતીના હાર પહેરેલી શાકામાં ગથી કુ.
આ વાકચ દ્વારા કાઈ નવી પરણેલી, મારતું પીછું. કાનમાં ખાસેલી બ્યાધની વહુનું અધિક સૌભાગ્ય સૂચવાય છે. કારણ કે એમાંથી એવા અર્થ પ્રગટ થાય છે કે એકમાત્ર એના સભાગમાં જ રચ્યા પચે રહેતા એને પતિ ફક્ત મારને જ મારી શકે એવા રહ્યો છે. આ નવી વહુ સિવાયની બીજી લાંખા સમયથી પરણેલી મેાતીનાં ઘરેણાં પહેરનારી વહુઆનુ ભારે દુર્ભાગ્ય પણ એમાંથી પ્રગટ થાય છે. કારણ કે તેમના સ`ભાગ સમયે જ વ્યાધ મેાટામાટા હાથીને મરવાની શક્તિ ધરાવતા હતા, એવા અથ એમાંથી પ્રગટ થાય છે.
ઉપર ધ્વનિના પદપ્રકાશ્ય અને વાકષપ્રકાશ્ય ભેદોનાં ઉદાહરણ આપ્યાં છે. એના ઉપરથી અનેક પ્રશ્ન ઉડાવવામાં આવે છે કે ધ્વનિ તેા પદસમૂહમાં રહેલા હાય છે. તમે પે।તે પહેલા ઉદ્યોતમાં ધ્વનિની વ્યાખ્યા બાંધી ત્યારે કાવ્યવિશેષને જ ધ્વનિ કહ્યો છે. હવે અહીં તમે એને પદપ્રકાસ્ય કહેા છે, એમાં અસંગતિ નથી? વૃત્તિના એ ભાગ આ પ્રમાણે છે