________________
ઉદ્યોત ૩-૬ અ ]
સંધટનાની વ્યંજકતા [ ૧૬૩ આત્મા કહ્યો છે અને વિશિષ્ટ પદરચના તે રીતિ એવી તેની વ્યાખ્યા બાંધી છે અને વિશિષ્ટતા એટલે ગુણ એવું પણ કહ્યું છે. એનો અર્થ એ થયો કે ગુણવાળી પદરચના તે રીતિ. એણે વૈદર્ભ, ગૌડી અને પાંચાલી એવી ત્રણ રીતિ સ્વીકારેલી છે. અને સકલ ગુણયુક્ત હોઈ વિદર્ભને સ્વીકાર અને છેડા ગુણોવાળી હોઈ બીજી બેનો અસ્વીકાર કરવાની ભલામણ કરેલી છે. એને મતે ગૌડી રીતિ ઓજસ અને કાંતિ ગુણયુક્ત હોય છે અને પાંચાલી માધુર્ય અને સૌકુમાર્ય ગુણયુક્ત હોય છે. એ પછી ઉભટે અનુપ્રાસને આધારે ત્રણ વૃત્તિઓની વાત કરી છે: પરુષા, ઉપનાગરિકા અને કમલા અથવા ગ્રામ્યા. વામનની ગુણાધારિત રીતિ કરતાં ઉભટની વર્ણવિન્યાસ અર્થાત અનુપ્રાસ ઉપર આધારિત વૃત્તિને જુદી ગણવી હોય તો ગણી શકાય, પણ વામનના શબ્દગુણો જોતાં એને સમાવેશ પણ રીતિમાં થઈ જાય છે અને માટે જ મમ્મટે રીતિ અને કૃત્તિને એકરૂપ ગણેલી છે. દ્વટે વામનની ત્રણ રીતિઓમાં થી લાટીયા ઉમેરી. પણ મહત્તવ વૃત્તિને આપ્યું અને તેનું ભેદક તત્તવ સમાસને ગમ્યું. એણે વૃત્તિ બે પ્રકારની ગણી છે: સમાસવાળી અને સમાસ વગરની. અને એની ત્રણ રીતિઓ હોય છે: લઘુ સમાસવાળી પાંચાલી, મધ્યમ સમાસવાળી લાટીયા અને દીર્ઘ સમાસવાળી ગૌડીયા. આ ઉપરાંત, સમાસ વગરની વૈદર્ભો. એણે આ રીતિઓને રસની સાથે જોડવાનો પણ પ્રયત્ન કરેલો છે. આનંદવર્ધને ત્રણ સંધટના સ્વીકારેલી છે: સમાસ વગરની, મધ્યમ સમાસવાળી અને દીર્ઘ સમાસવાળી. પણ એને બીજી રીતે કહીએ તો સમાસ વગરની તે વૈદભ, મધ્યમ સમાસવાળી તે પાંચાલી અને દીર્ધ સમાસવાળી તે ગૌડી, એમ એમણે ત્રણ જ સંધટના સ્વીકારી છે અને એનું મૂળ પ્રાચીન આચાર્યોમાં છે એટલે વૃત્તિમાં આગળ કહે છે કે –
સંધટનાની વ્યંજકતા
અમે આ વૃત્તિઓ કે સંઘટનાને કેવળ અનુવાદ કરીએ છીએ, એટલે કે પ્રાચીન આચાર્યોએ કહેલી છે તે જ સ્વીકારી લઈને કહીએ છીએ. અને વધારામાં કહીએ છીએ કે –
૬ અ એ સંઘટના માધુર્યાદિ ગુણોને આશ્રયે રહીને રસેને અભિવ્યક્ત કરે છે.