________________
ઉદ્યોત ૪-૫] ગુણીભૂતવ્યંગ્યથી આવતી નવીનતાનાં ઉદાહરણ [ ૩૫૧ વ્યંગ્યના પણ ત્રણ પ્રકારના વ્યંગ્યને આધારે એટલે કે વસ્તુ, અલંકાર અને સાદિને આધારે જે પ્રકારો થાય છે, તેને આશ્રય લેવાથી પણ કાવ્ય વસ્તુમાં નવીનતા આવે જ છે. પણ તે બતાવવા જતાં વિસ્તાર ઘણે થાય એમ છે, એટલે તેનાં ઉદાહરણ આપ્યાં નથી, સહદયોએ પોતે જ કલ્પી લેવાં. ગુણુભૂતવ્યંગ્યથી આવતી નવીનતાનાં ઉદાહરણ
અહીં વેચનકારે વિષય સ્પષ્ટ કરવા દિગ્દર્શન પૂરતાં ગુણીભૂતવ્યંગ્ય વસ્તુ, અલંકાર અને રસાદિને લીધે કાવ્યમાં નવીનતા કેવી રીતે આવે છે તે બતાવવા, ત્રણ ઉદાહરણ આપેલ છે, તે આપણે જોઈએ.
(૧) વસ્તુ જૂનું હોવા છતાં ગુણભૂતવ્યંગ્ય વસ્તુથી નવીનતા આવી હોય એવું ઉદાહરણ અભિનવની પોતાની જ એક ગાથાનું આપ્યું છે, તેને અર્થ આવો છે ?
હે રાજન, ભયવ્યાકુળ શરણાગતને રક્ષણ આપવામાં તમારે જે મળે એમ નથી. શરણે આવેલા ધનને આપે એક ક્ષણ પણ વિશ્રામ કરવા ન દીધો, એ યોગ્ય છે ?”
અહીં વ્યંજનાથી એવો અર્થ સમજાય છે કે આપ સતત ધનને દાનમાં આપતા રહે છે, એ તમારું ઔદાર્ય છે, અને તે વાયને ઉપકારક થઈ તેમાં નવીનતા લાવે છે, જોકે એક જૂની ગાયામાં આ અર્થ કહેવાઈ ગયેલે છે. એ જૂની ગાથા આ પ્રમાણે છે :
દાની લોકોના હાથમાં સતત ફરી ફરીને થાક અસહ્ય બનતાં ધન કૃપણના ઘરમાં ઠરીઠામ થઈને જાણે સ્વસ્થતાથી ઊઘે છે.”
(૨) વ્યંગ્ય અલંકારથી વાચ્યાર્થને પુષ્ટિ મળતાં નવીનતા આવ્યાનો દાખલે પિતાના જ નીચેના શ્લોકન આપે છે –
વસંતના મત્ત ભ્રમરોની હાર જેવા તારા કેશ, સાચે જ (તારામાં) વાસનાની વૃદ્ધિ કરતા હતા; પણ સમશાનભૂમિ પરની રાખ જેવા સફેદ થયેલા એ કેશ (તારામાં) લગારે વિરક્તિ જગાડતા નથી એ કેવું?”
આમ આક્ષેપ અને વિભાવના એ બે અલંકાર વ્યંગ્ય છે. આક્ષેપ એ રીતે કે “મરણ પાસે આવ્યું છે એટલે તારી વાસના ઘટવી જોઈએ, વધુ શું કહું? ન કહેવું એ જ યોગ્ય છે.” આમ, અહીં કહેલી વસ્તુના નિષેધરૂ૫ આક્ષેપ છે. વિભાવના અલંકાર આ રીતે કે વાસનાનું કારણ