________________
૩૫૪] નવીનતાના મૂળમાં પ્રતિભા
[ ધવન્યાલોક એના જવાબમાં સિદ્ધાંતી કહે છે કે રચના સૌદર્યા તમે કોને કહે છે? આખરે તે રચના સૌંદર્ય એટલે ઇવનિ અને ગુણીભૂતવ્યંગ એ બે પ્રકારના અર્થોને અનુરૂપ શબ્દજના. જે રચના સૌદર્યના આ વ્યાખ્યા હોય તો અર્થની પ્રતીતિ વગર રચના સૌદર્ય પણ શી રીતે સિદ્ધ થાય? ત્યારે પ્રતિપક્ષી કહે છે કે રચના સૌ દર્યની વ્યાખ્યામાં વનિ અને ગુણભૂતવ્યંગ્યનો નકામે સમાવેશ કરવાની કોઈ જરૂર નથી. અમે કાવ્યનું રચનાસૌંદર્ય એને કહીએ છીએ જેને અર્થની અપેક્ષા ન હય, જેમાં કેવળ અક્ષરરચનાનું સૌંદર્ય જ ધ્યાનમાં લેવાનું હેય. એના જવાબમાં સિદ્ધાંતી કહે છે કે જેમાં અર્થને ધ્યાનમાં જ લેવામાં ન આવતો હોય એને જ તમે રચનાસૌંદર્ય કહેવાને આગ્રહ રાખતા હે તે તો જ્યાં સમાસની સુંદર સંઘટના કરી હોય અને કઠોરતા વગરના મધુર વર્ણોના ગૂંથણી કરી હોય તેને પણ તમારે કાવ્ય કહેવું પડશે, પછી ભલે તેમાં અર્થ બિલકુલ ન હોય. ત્યારે પ્રતિપક્ષી કહે છે કે કાવ્યની વ્યાખ્યા એવી છે કે જેમાં સહદયોને આનંદ આપે એવા શબ્દ અને અર્થે હોય તે કાવ્ય; માત્ર આહલાદજનક શબ્દોથી કાવ્ય બનતું નથી. તો અર્થનિરપેક્ષ રચાસૌદર્યને કાવ્ય શી રીતે કહી શકાય ? એના જવાબમાં સિદ્ધાંતી કઇ છે કે જયાં કવિ, કઈ પહેલાંના કવિએ કહેલા અર્થને ઉપગ કરીને કાવ્ય રચતો હેય છે, ત્યારે તેમાં રચના સૌંદર્ય જ તેનું પોતાનું હોય છે, અર્થ તો પારકે હોય છે, છતાં રચનાસૌદર્યની નવ નતા તેન હોવાને કારણે તે કાવ્યને તમે તેનું કહે છે. એ ઉપરથી સિદ્ધ થાય છે કે તમારે મતે નાસૌદર્યને કારણે જ કોઈ કતિ કાવ્ય કહેવાય છે. કારણ કે ઉપલા દાખલા માં પાછલા કવિની તો માત્ર રચના જ છે, અર્થ તો જૂના કવિને છે. છતાં તેને તમે પાછળના કવિની કૃતિ કહે
; તો જેમાં અર્થ ન હોય અને માત્ર રચનાસૌંદર્ય જ હોય તેને પણ એ રીતે કાવ્ય કહેવામાં શો વાંધે? જે તમે અર્થને આધારે કાવ્યના કર્તાનો નિર્ણય કરશો તો તો તમારે જૂના કવિને જ એને ર્તા કહેવો પડશે. એટલે રચનાસૌંદર્યમાં અર્થની વિશેષતાને પણ અનિવાર્ય રીતે સામેલ કરવી જોઈએ. અને અર્થની એ વિશેષતા ધ્વનિ અને ગુણભૂતવ્યંગ્યને લીધે જ આવે છે, તેથી વનિ અને ગુણીભૂતવ્યંગ્યને જ કાવ્યની અનંતતાના પ્રયોજક (કારણ) માનવા જોઈએ, અને એ બે પ્રવૃત્ત થઈ શકે એ માટે કવિમાં પ્રતિભા હેવી આવશ્યક છે. આથી અમે કહ્યું છે કે જે કવિમાં પ્રતિમા ગુણ હોય તો જૂના કવિના ગમે તેટલા પ્રબધે હોવા છતાં વનિ અને ગુણીભૂતવ્યંગ્યને ઉપગ કરવાથી તેને કાવ્યર્થની કદી ખોટ નહિ પડે.