________________
ઉદ્યોત ૪-૧૧, ૧૨, ૧૩]
ત્રણે ભેદની રાજશેખરની વ્યાખ્યા [ ૩૬૩
છે. કોઈ માણસનું શરીર બીજા માણસના શરીર જેવું હોય તેથી તે બે એક જ છે એમ ન કહી શકાય.
રાજશેખરે “કાવ્યમીમાંસા'ના ૧૨મા અધ્યાયમાં શબ્દાર્થહરણની વિગતે ચર્ચા કરેલી છે અને જિજ્ઞાસુઓએ તે મૂળ ગ્રંથમાં જોઈ લેવી. અહીં માત્ર જે ત્રણ પ્રકારેને ઉલ્લેખ આવે છે તેને લગતી વિગતો આપી છે.
પ્રતિબિંબક૬૫ સાદશ્યની વ્યાખ્યા રાજશેખરે આ પ્રમાણે આપી છે :
જેમાં બધા અર્થો જૂના કવિના જ હોય, પરંતુ વાક્યરચના બીજા પ્રકારની હોય, અને પારમાર્થિક ભેદ ન હોય, તે કાવ્યને પ્રતિબિંબકલ્પ કહે છે.
પશુપતિના કંઠપ્રદેશને વળગીને ઊંચાનીચા થતા સર્પો તમારું રક્ષણ કરે. એ સર્પો ચંદ્રના અમૃતરૂપી જલકણાથી સીંચાઈને ઊગેલા કાલફૂટના અંકુર જેવા શોભે છે.”
આ શ્લેક ઉપરથી રચેલો નીચેને બ્લેક
નીલકંઠના ગળામાંના મોટા મોટા કાળા સર્પોને યે હે. એ સર્વે ગંગાના ટપકતા જળથી સીંચાઈને ઊગેલા કાલકૂટના અંકુર જેવા લાગે છે.”
આમાં અર્થ એનો એ છે, કેવળ શબ્દફેર છે. રાજશેખરે ચિત્ર જેવા સાદશ્યની વ્યાખ્યા આ રીતે આપેલી છે.
જેમાં કાવ્યવસ્તુ જૂનું જ હોય, પરંતુ તેમાં થોડો ફેરફાર કર્યો હોય, જેથી જુદું લાગે, તેવા કાવ્યને અર્થચતુર લોકે આલેખ્યપ્રખ્ય કહે છે.”
જેમ કે –
“શંકરના જટાજૂટમાં રહેલા ઘેલા સર્પોને જય હે. એ સાઁ ગંગાના ટપકતા જળથી સીંચાઈ ઊગી નીકળેલા ચંદ્રના અંકુરો જેવા લાગે છે.”
ઉપર ઉતારેલા શ્લોકનું જ વસ્તુ છે. માત્ર કાળા સર્પોને ધોળા બનાવ્યા છે, અને કાળકૂટને બદલે ચંદ્રના અંકુર કહ્યા છે.
સરખા શરીરવાળા માણસના જેવા સાદશ્યની વ્યાખ્યા રાજશેખરે આ પ્રમાણે આપી છે –
“જેમાં વિષય જુદો હોવા છતાં, ખૂબ જ મળતાપણાને લીધે. બંને એક હોય એમ લાગે, તે કાવ્યને તુલદેહિવત કહે છે. એવાં કાવ્યોની રચના બુદ્ધિમાન લેકે પણ કરે છે. ”
જેમ કે – - “જ્યાં સુધી ઘેડે, ઘેટાં વગેરેને આગળ કરીને, સુખી કરીને રહે છે, ત્યાં સુધી તે પશુ સુખથી જીવે છે. આ ભારરૂપ બન્યા હાથીઓનું નિર્માણ