________________
ઉલ્લોત ૪-૧૫ ] પુરાણા શબ્દાર્થો વાપરવામાં દેષ નથી [૩૬૫પુરાણા શબ્દાર્થો વાપરવામાં દોષ નથી
અત્યાર સુધી સમુદાયરૂપ વાક્યાર્થોના સંવાદની સીમા જુદી પાડી બતાવી. બીજા વસ્તુ સાથે સામ્ય ધરાવતા પદાર્થરૂપ કાવ્યવસ્તુમાં કેઈ દેષ નથી એમ બતાવવા હવે કહે છે કે –
૧૫
નવા સ્કુરતા કાવ્ય વસ્તુમાં અક્ષરાદિની રચનાની પેઠે પુરાણી વસ્તુરચના જવામાં આવે તે તેમાં દેષ નથી, એ સ્પષ્ટ છે.
ખુદ વાચસ્પતિ પણ કોઈ અપૂર્વ કહેતાં તદ્દન નવા જ અક્ષરો કે શબ્દો ઘડી શકતો નથી. અને કાવ્ય વગેરેમાં તેના તે અક્ષરો અને શબ્દ વપરાય એ નવીનતાની વિરુદ્ધ નથી. એવું જ શબ્દાર્થોનું અને લેષાદિમય અર્થતનું કહેતાં અલંકારનું પણ છે.
આ ભાગ સમજાવતાં લેચનકાર કહે છે કે સ્વયં વાચસ્પતિ હોય તે તેણે ભાષામાં પહેલેથી વપરાતા આવેલા અક્ષરો જ વાપરવા પડે છે, તે કંઈ નવા અક્ષરો યોજી શકતો નથી, તેમ તેણે શબ્દ પણ ભાષામાં જે વપરાતા આવ્યા હોય તે જ વાપરવા પડે છે, તે કંઈ નવા શબ્દો બનાવી શકતો નથી. પણ એને અર્થ એવો નથી કે એ જૂના અક્ષરો અને શબ્દો વાપરવા છતાં કવિ કઈ નવી વાત નથી કહી શકતો. એ જ રીતે, કોઈ નવા સ્ફરેલા કાવ્યવસ્તુમાં કવિ જૂની વસ્તુરચનાનને ઉપયોગ કરે તો તેમાં કંઈ દોષ નથી. અહીં વસ્તુરચનાનો અર્થ શબ્દનો અર્થ એવો કરવાનો છે. દા. ત. કોઈ શબ્દનો એક અર્થ થતો હોય છે, તો કોઈના વળી બે કે ત્રણ કે ચાર અર્થ થતા હોય છે. એના એ જ અક્ષરો અને એના એ જ શબ્દો, લગારે ફેરફાર કર્યા વગર, વાપરવામાં આવે તો તેથી નવીનતા ન સધાય એવું બનતું નથી. આ થયું દષ્ટાંત. હવે એ જ વાત પ્રસ્તુત શબ્દાર્થને લાગુ પાડીને કહે છે કે એ જ રીતે એવા શબ્દોને આધારે રહેલા અર્થો પણુ પુરાણું થઈ જાય છે, ત્યારે પણ કોઈ ન કવિ તેને નવી રીતે વાપરે છે તો તેમાં જરૂર નવીનતા આવે છે. આ જ વાત શ્લેષાદિમય અર્થોને પણ લાગુ પડે છે. જેમ કે હજારો કવિઓએ સવૃત્ત (સદાચારી, સારા સ્વભાવને, સુંદરવર્તુલાકાર વગેરે), તેજસ્વી (પ્રકાશમાન, શક્તિશાળી, રવમાની, ઉદાર,