________________
૬૮ ] ગ્રંથને ઉપસંહાર
[ ધ્વન્યાલોક પારકી વસ્તુ લેવાને નારાજ સુકવિને આ ભગવતી સરસ્વતી જોઈએ એટલું વસ્તુ પૂરું પાડે છે. જે સુકવિઓ પૂર્વજન્મના પુણ્ય અને અભ્યાસના પરિપાકને કારણે રચના કરવા પ્રવૃત્ત થાય છે, અને જેઓ પારકાના રચેલા વિષે લેવાની સ્પૃહા વગરના છે, તેમને પિતાને કોઈ પ્રયત્ન કરે પડતું નથી. ભગવતી સરસ્વતી પિતે જ તેમને જોઈ તે વિષય પૂરો પાડે છે. આ જ મહાકવિઓનું મહાકવિત્વ છે. એમ.
રસના આશ્રયથી ઉચિત ગુણ અને અલંકારથી શુભતા, સર્વસુખોના ધામરૂપ, વિદ્વાનોના કાવ્ય નામના ઉદ્યાનમાં અમે વનિ નામનું કલ્પતરુ બતાવ્યું છે. ક૯પતરુના જેવો મહિમા ધરાવનાર
એ વનિ ઉન્નત આત્માઓના ઉપભેગને વિષય બની રહો. ગ્રંથને ઉપસંહાર
સત્કાવ્યતત્ત્વ એટલે કે દવનિસ્વરૂપનો ન્યાપ્ય માર્ગ એટલે કે તેને સિદ્ધ કરવાના સાધનરૂપ યુક્તિ, લાંબા સમય સુધી પરિપકવ બુદ્ધિવાળાઓના મનમાં પ્રસુપ્ત જેવી પડેલી હતી, તેને સહદના આનંદને માટે આનંદવર્ધન નામે પ્રસિદ્ધ આચાયે સ્પષ્ટ રીતે સમજાવી છે.
આ છેલ્લા શ્લોકમાં પણ ગ્રંથકર્તાએ પિતાના ગ્રંથનો વિષય, એનું પ્રયોજન અને સંબંધ ફરીવાર જણાવ્યાં છે કે આ ગ્રંથને વિષય વનિનું સ્વરૂપ છે, એનું પ્રયોજન સહૃદયના મનને આનંદ આપવાનું છે અને ધ્વનિસ્વરૂપ અને આ ગ્રંથને સંબંધ પ્રતિપાદ્ય પ્રતિપાદકને છે.
શ્રી રાજાનક આનંદવર્ધનાચાર્ય વિરચિત વન્યાલકને
ચશે ઉદ્યોત પૂરો થયે
ગ્રંથ સમાપ્ત