________________
ઉદ્યોત ૪-૧૬, ૧૭, ] પુરાણા શબ્દાર્થ વાપરવામાં દોષ નથી [ ૩૬૭ એટલા માટે –
૧૬ કે, ખ જે વસ્તુને વિશે લોકોને એમ લાગે કે આ કેઈ ન ચમકારે (સકુરણા) છે, તે વસ્તુ ગમે તે હોય તેય તે ૨મ્ય કહેવાય છે.
એટલે આ કેઈ નવીન ચમકારે છે એ ચમત્કાર સહુના ચિત્તમાં જાગે તે –
૧૬ ગ, ઘ પૂર્વકવિઓની છાયાવાળું હોય તેયે એવા વસ્તુનું વર્ણન કરનાર સારો કવિ નિંદાને પાત્ર બનતું નથી.
એવું વસ્તુ પૂર્વના કવિઓની છાયાવાળું હોય તે કોઈ સુકવિ તેનું નિરૂપણ વિવક્ષિત વ્યંગ્યાર્થી અને વાચ્યાર્થીને વ્યક્ત કરવાને સમર્થ એવી શબ્દરચનારૂપ રચના સૌંદર્યથી કરે તે તે નિંદાને પાત્ર બનતું નથી. અર્થાત પહેલાંના કવિએ વાપરેલું વસ્તુ હોય તેયે કોઈ ન કવિ તેનું નિરુપણ પિતાને ઈષ્ટ વ્યંગ્યાર્થી અને વાચ્યાર્થીને વ્યક્ત કરી શકે એવી શબ્દરચના દ્વારા કરે છે તે નિંદાપાત્ર બનતો નથી. એટલે એમ નકકી થયું કે
૧૭ ક, ખ વિવિધ અર્થોના અમૃતરસથી ભરેલી વાણને કવિઓ દ્વારા પ્રચાર થાઓ. કવિઓએ પોતાના એ અનવદ્ય કાર્યમાં વિષાદ ન અનુભવ જોઈએ.
નવા કાવ્યર્થો છે જ; પારકાના નિરૂપેલા વિષયોનું નિરૂપણ કરવામાં કવિની કઈ શોભા નથી, એમ વિચારીને
૧૭ ગ, ઘ પારકાના અર્થને સ્વીકાર કરવાની ઈચ્છા વગરના સુકવિને આ ભગવતી સરસ્વતી જોઈતું વસ્તુ મેળવી આપે છે.