________________ ભારતીય કાવ્યવિચારના ઇતિહાસમાં આનંદવર્ધનાચાર્યને ગ્રંથ “ધ્વન્યાલેક' અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. એમાં એમણે વનિસિહાંતની સ્થાપના કરી, રસને કેન્દ્રમાં મૂકી. કાવ્યનાં બધાં અંગેની એક સુસંકલિત વ્યવસ્થા કરી આપી છે, જેને પછીના મોટા ભાગના આચાર્યો અનુસર્યા છે. બીજી રીતે કહીએ કે, ભારતીય કાવ્યવિચારનું એ એક ઊંચામાં ઊંચું શિખર છે. આ પુસ્તકમાં “ધ્વન્યાલેકરને આધારે ખનિસિદ્ધાંતની સમજૂતી આપવાને પ્રાન છે... “વન્યાલેક' ઉપર અભિનવગુપ્તની “લોચન' નામે ટીકા છે અને તે ભારતના નાટયશા ઉપરની એમની ટીકા “અભિનવભારતી' જેટલી જ મહત્વની અને વિસ્તૃત પણ છે. અહીં “હવાલેક'ની સમજૂતી સામાન્ય રીતે એ ટીકાને આધારે આપેલી છે, પણ ટીકાના બધા મુદ્દાઓને એમાં સમાવેશ કરેલે નથી. અહીં મુખ્ય પ્રધાન “ધ્વન્યાલક”ના મુખ્ય વિચારને જ બને એટલે સ્પષ્ટપણે સમજાવવાનું છે, અને તે માટે જેટલું જરૂરનું લાગ્યું તેટલું જ લીધું છે. વિષયમહણમાં મદદરૂપ થાય એ દષ્ટિએ ગ્રંથમાં પેટામથાળાં મૂક્યાં છે અને ખાસ કરીને વિષયાનુમણું બને એટલી વિગતે તૈયાર કરી છે, તે અભ્યાસીઓને ઉપયોગી થઈ પડશે એવી આશા છે. - ‘નિવેદન”માંથી