________________
કર ] સંવાદના ત્રણ ભેદ
[ ધ્વન્યાલોક ૧૧ ગ, ઘ, પણ ડાહ્યા પુરુષે એ બધામાં એકરૂપતા ન માનવી.
શાથી, એમ જે પૂછો, તે કહેવાનું કે – સંવાદના ત્રણ ભેદે
સંવાદ કહેતાં સરખાપણું એટલે બીજા કશાક સાથે. મળતાપણું. તે કાં તો પ્રતિબિંબના જેવું હોય છે, અથવા વસ્તુ અને તેના ચિત્ર જેવું હોય છે, અથવા સરખા શરીરવાળા માણસના જેવું હોય છે.
બીજા કાવ્યવસ્તુ સાથે કાવ્યર્થનું સરખાપણું હેય તે સંવાદ કહેવાય. તે વળી ત્રણ પ્રકારનું હોય છેઃ (૧) માણસના પ્રતિબિંબ જેવું, (૨) માણસના ચિત્ર જેવું અને (૩) સરખા શરીરવાળા માણસના જેવું. કોઈ કાવ્યવસ્તુ બીજા શરીરના પ્રતિબિંબ જેવું હોય છે, બીજું ચિત્ર જેવું હોય છે, અને ત્રીજુ સરખા શરીરવાળા માણસના જેવું હોય છે. પહેલા બે ભેદ ત્યાજ્ય
૧૩
તેમાંનું પહેલું છે તેને પોતાને જુદે આત્મા નથી હોતે, બીજાને આત્મા તુચ્છ હેય છે, જ્યારે ત્રીજાને આત્મા તે સારી રીતે સિદ્ધ થયેલ હોય છે. બીજાની સાથેના એવા સામ્યને કવિએ ત્યાગ ન કરો.
એમાંનું પહેલું જે પ્રતિબિંબ જેવું કાવ્ય વસ્તુ છે, તેને બુદ્ધિશાળીએ સર્વથા ત્યાગ કરે. કારણ, તેને જુદે આત્મા હોતું નથી, એટલે કે તેને કોઈ તાવિક પિતાનું રૂપ નથી હતું. એ પછીનું જે ચિત્રતુલ્ય સાદક્ય છે, તેને આત્મા હોય છે પણ તે તુચ્છ હોય છે, માટે તેને ત્યાગ કરે. જ્યારે ત્રીજા પ્રકારના સામ્યવાળા કાવ્યવહુને, સરખાપણું હોય તોયે, કવિએ ત્યાગ ન કર. કારણ, તેને સ્વતંત્ર સુંદર શરીર હોય