________________
ઉોન ૪-૮, ૯, ૧૦, ૧૧ ].
કાવ્યવહુની અનંતતા [ ૩૧૧ એ વાતને ઈનકાર થઈ શકે એમ નથી.
પણ તે રસના આશ્રયથી જ શેભે છે.
એટલે સકવિઓના ઉપદેશને માટે સંક્ષેપમાં એટલું કહીએ છીએ કે –
જે દેશ કાલાદિના ભેદ પ્રમાણે વિભક્ત થયેલું વિષયવસ્તુ ઔચિત્યપૂર્વક અને રસ, ભાવ વગેરે સાથે સંબંધ રાખીને જવામાં આવે તે –
મર્યાદિત શક્તિવાળા બીજા કવિઓની તો વાત જ જવા દે, પણ
૧૦
લાખે નૃહસ્પતિએ પણ પ્રયત્નપૂર્વક વર્ણન કરે તોયે, જગતની મૂળ પ્રકૃતિની પેઠે, તે કદી ખૂટે એમ નથી.
જેમ કલ્પકલ્પાંતરોથી વિવિધ વસ્તુઓ આવિર્ભાવ પામતી રહી છે, તેમ છતાં જગતની મૂળ પ્રકૃતિની પદાર્થોનું નિર્માણ કરવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ છે, ખૂટી ગઈ છે, એમ કઈ કહી શકે એમ નથી; તે જ પ્રમાણે, કાવ્યવસ્તુ પણ અસંખ્ય કવિચિત્તો દ્વારા વપરાવા છતાં અત્યારે ખૂટી નથી ગયું, બલકે નવી નવી રીતે રજૂ થવાથી વધુ સમૃદ્ધ થતું રહે છે. આમ હોવા છતાં,
૧૧ ક, ખ બુદ્ધિશાળીઓમાં સંવાદ એટલે કે સરખાપણું તે વારંવાર જોવામાં આવવાનું જ;
એ તે નકકી જ છે કે બુદ્ધિશાળીઓની બુદ્ધિઓમાં સમાનતા હોવાની જ.