________________
ઉદ્યોત ૪-૭] કાવ્યને વિષય સામાન્ય નહિ, વિશેષ [ ૩૫૬
આ બાબતમાં અમારું કહેવું એમ છે કે તમે જે એમ કહો છો કે કાવ્ય ફક્ત સામાન્યને આધારે લખાય છે, અને તે તે મર્યાદિત હોઈ આ પહેલાં જ કવિઓને વિષય બની ચૂકયું છે, એટલે કાવ્યના વસ્તુમાં નવીનતા હોઈ ન શકે, તે બરાબર નથી. કેમ કે, કાવ્ય જે માત્ર સામાન્યને આધારે જ લખાતું હોય તો મહાકવિઓએ વર્ણવેલા કાવ્યવિષયોમાં વિશેષ ચારુતા શા કારણે આવે છે? અથવા, વાલમીકિ સિવાયના બીજા કવિઓ શા માટે કવિ કહેવાય છે? કારણ, તમારા કહેવા પ્રમાણે તો, સામાન્ય સિવાયનું બીજું કશું કાવ્યને વિષય બનતું નથી અને સામાન્ય તે આદિ કવિએ જ વર્ણવી દીધું છે. તમે કદાચ એમ કહેશો કે એનું કારણ ઉક્તિવૈચિત્ર્ય છે, અને એ રીતે એમાં દેષ નથી, તે અમારો પ્રશ્ન એ છે કે આ ઉક્તિવૈચિત્ર્ય શુ છે? ઉક્તિ એટલે વિશેષ અર્થનું પ્રતિપાદન કરનાર વચન. તો તેના વૈચિત્ર્યમાં વાચ્યનું વિચિત્ર્ય પણ કેમ ન આવે? કારણ વાવાચકની પ્રવૃત્તિ અવિનાભાવે થતી હોય છે, એટલે કે જ્યાં વાચક શબ્દ હોય ત્યાં વાચ્ય અર્થ હોવાનો જ. કાવ્યમાં પ્રતીત થતા અર્થોનું જે સ્વરૂપ હોય છે, તે કવિએ પ્રત્યક્ષ અનુભવેલા સ્વરૂપ કરતાં જુદું નથી હોતું.
મતલબ કે કાવ્યમાં પદાર્થોનું જે વર્ણન હોય છે તે કવિએ અને ભાવકે પ્રત્યક્ષ જગતમાં અનુભવેલું હોય છે, તેવું જ હોય છે, અને અનુભવ તે વિશેષનો જ હોય છે, એટલે કાવ્યમાં વર્ણવાયેલું સ્વરૂપ કેવળ સામાન્ય નથી હોતું વિશેષ હોય છે.
એટલે ઉક્તિવૈચિત્ર્યવાદીએ વાગ્યચિત્ર્યને કમને પણ અવશ્ય સ્વીકાર કરવો જ પડવાને. એ જ વાત ટૂંકમાં નીચેના કલેકમાં કહી છે.
જે વાલમીકિ સિવાય બીજા એક પણ કવિના કાવ્યાર્થીની બાબતમાં પ્રતિભાને કહેતાં નવીનતાને સ્વીકાર કરવામાં આવે, તે કાવ્ય વિષયો અનંત છે એમ સ્વીકાર્યા વગર છૂટકો જ નથી.”