________________
ઉદ્યોત ૪-૭ ]
દેશભેદનાં ઉદાહરણ [ ૩૫૭ આ રીતે બીજા દાખલાઓમાં પણ અહીં બતાવેલી દિશા અનુસાર સમજી લેવું. દેશભેદનાં ઉદાહરણ
જુદી જુદી દિશાઓ અને સ્થાનમાંથી વાતા વાયુમાં અને પાણી તેમ જ ફૂલે વગેરે જેવા બીજા અચેતન પદાર્થોમાં દેશભેદથી વિવિધતા આવે છે એ જાણીતી વાત છે. ચેતનમાં પણ માણસ, પશુ, પંખી વગેરેમાં ગામ, અરણ્ય, જળ વગેરેમાં રહેતાં હોય તે પ્રમાણે પરસ્પર ભારે તફાવત જોવામાં આવે છે. એ વિવેકપૂર્વક યથાયોગ્ય રીતે વર્ણવવામાં આવે તો અનંતતાને પામે છે, જેમ કે, જુદી જુદી દિશા અને દેશમાં રહેતા માણસમાં જ વ્યવહાર અને ક્રિયાઓ વગેરેમાં જે નાનાવિધ ભેદે જોવામાં આવે છે, તેને કંઈ પાર નથી, ખાસ કરીને સ્ત્રીઓની બાબતમાં. સુકવિઓ પિતાપિતાની પ્રતિભા અનુસાર એ બધાનું વર્ણન કરે જ છે. કાલભેદથી વિવિધતા
કાલભેદથી પણ વિવિધતા આવે છે. જેમ કે, દિશા, આકાશ, પાણી વગેરે અચેતન પદાર્થોમાં ઋતુભેદ પ્રમાણે વિવિધતા જોવામાં આવે છે. ચેતનમાં પણ ઔસુકથ વગેરે અમુક અમુક સમયે જોવામાં આવે છે એ જાણીતી વાત છે.
જેમ કે, વર્ષાઋતુમાં વિરહ જાગે છે, વગેરે. સ્વરૂપભેદથી વિવિધતા
દુનિયાની બધી વસ્તુઓનું પોતાના સ્વરૂપભેદ અનુસાર વર્ણન કરવામાં આવે છે, એ તે સૌ જાણે છે. તેનું એટલે કે વસ્તુના પિતાના સ્વરૂપનું જે યથાસ્થિત વર્ણન કરવામાં આવે તે તે પણ કાવ્યવિષયમાં અનંતતા આણે છે. કાવ્યને વિષય સામાન્ય નહિ, વિશેષ
વસ્તુના સ્વરૂપની બાબતમાં કે કદાચ એ વાંધો ઉઠાવે કે વસ્તુઓનું વર્ણન સામાન્યરૂપે જ કરવામાં આવે છે,