________________
૩૫૬ ] અવસ્થાભેદનાં ઉદાહરણ
[ વન્યાલક પ્રિયતમાઓના હાવભાવની અને સુકવિઓની વાણીના અર્થની કઈ અવધિ નથી હતી તેમ તે પુનરુક્ત પણ લાગતા નથી.”
અવસ્થાભેદને બીજે પ્રકાર એ છે કે હિમાલય ગંગા વગેરે બધા અચેતન પદાર્થોનું બીજું રૂપ તે તે પદાર્થની અધિષ્ઠાતા દેવતારૂપે જાણીતું છે, અને તેનો, તે તે ચેતન પદાર્થને ઉચિત રીતે, ઉપયોગ કરવામાં આવે તે તે કંઈક જુદે જ બની જાય છે. જેમ કે “કુમારસંભવમાં જ પર્વતરૂપે. કરેલું હિમાલયનું વર્ણન; અને સપ્તર્ષિઓએ કરેલી પ્રશસ્તિમાં તેનું ચેતન સ્વરૂપ બતાવેલું છે તે, બિલકુલ અપૂર્વ લાગે છે. અને સુકવિઓની આ રીત જાણીતી છે. એ રીત “વિષમબાણ લીલા'માં અમે કવિઓની વ્યુત્પત્તિ (જાણુ) માટે વિસ્તાર પૂર્વક બતાવેલી છે.
ચેતન પદાર્થોમાં બાલ્ય વગેરે અવસ્થાને કારણે ભિન્નતા આવે છે એ તે સુકવિઓમાં જાણીતું છે. ચેતન પદાર્થોના અવસ્થાભેદમાં અવાંતર અવસ્થાભેદથી ભિન્નતા આવી શકે છે. જેમ કે કામબાણથી જેનું હૃદય વીંધાયું છે એવી અને બીજી કુમારિકાઓ વચ્ચે ભેદ હોય છે. તેમાંયે પાછો વિનીત (એટલે કે લજજાશીલ) અને અવિનીત (એટલે કે ઉછુંખલ) વચ્ચે પણ ભેદ હોય છે.
અચેતન પદાર્થોની આરંભ વગેરે અવસ્થાઓનું એક પછી એક વર્ણન કરવાથી અનંતતા આવી શકે છે. જેમ કે
જેને ખાવાથી કૂજતા હંસોના અવાજમાં તુરાશથી કંઠ સાફ થઈ જવાને લીધે કોઈ જુદી જ મીઠાશ આવે છે, તે હાથણીના નવી ફૂટેલી કોમળ દાંતની કળીની સ્પર્ધા કરતી મૃણાલની નવી ગાંઠો અત્યારે તળાવમાં બહાર નીકળી છે.”
આમાં મૃણાલની નવી ગાંઠોનું વર્ણન છે. એટલે એમાં અવસ્થાભેદ-- મૂલક ચમત્કાર પ્રતીત થાય છે.