________________
હોત ૪-૭ ]
વાચ્યાર્થથી પણ નવીનતા આવે [ ૩૫૫ વાગ્યાથથી પણ નવીનતા આવે
અર્થની અનંતતા ફક્ત વ્યંગ્યાર્થીને કારણે જ આવે છે એમ નથી, વાચ્યાર્થીને કારણે પણ આવે છે, એવું પ્રતિપાદિત કરવાને હવે કહે છે કે –
શુદ્ધ વાચ્ય અર્થ પણ સ્વભાવથી જ અનંત પ્રકારને હોય છે. અને એ અનંતતા અવસ્થા, દેશ, કાલ, વગેરેની વિશેષતાને કારણે આવે છે.
શુદ્ધ એટલે જ્યાં વ્યંગ્યાથેની અપેક્ષા ન હોય એ વાચ્યાર્થ પણ સ્વભાવથી જ અનન્તતા પ્રાપ્ત કરે છે.
વાગ્યાર્થીને એ સ્વભાવ જ છે કે ચેતન અચેતનની અવસ્થાના ભેદને લીધે, દેશભેદને લીધે, કાલભેદને લીધે અને પોતાના સ્વરૂપના ભેદને લીધે તેમાં અનંતતા આવે છે. એ વાચ્યાર્થીની આ પ્રમાણે વ્યવસ્થા થયેલી હોઈ, એમના દ્વારા અનેક પ્રસિદ્ધ સ્વભાવના વર્ણનરૂપ સ્વભાક્તિથી પણ રચના કરવામાં આવે તે કાવ્યર્થ અનંતરૂપ બની જાય છે. અવસ્થા મેદનાં ઉદાહરણ
એમાંથી અવસ્થાભેદને કારણે નવીનતા આવી હોય એનું ઉદા હરણ “કુમાર સંભવ”માંથી આપી શકાય. ત્યાં “સથvમાય વિમુક્વાવ” વગેરે વચનોથી શરૂઆતમાં જ ભગવતી પાર્વતીનારૂપનું વર્ણન પૂરું કરેલું હોવા છતાં, એ જ્યારે શંભુની નજરે પડે છે ત્યારે “વરતપુરમ વતી' વગેરે વચનથી મદનના સાધનરૂપે તેનું જુદી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. વળી, એને જ જ્યારે લગ્ન વખતે શણગારવામાં આવે છે ત્યારે “તો પ્રાપુવ તર નિવેરચ તરવી ૦’ વગેરે વચનેથી નવી જ રીતે તેના રૂપસૌંદર્યનું વર્ણન કરવામાં આવેલું છે. તેમ છતાં એક જ કવિએ, એક જ કાવ્યમાં વારેવારે કરેલાં આ વર્ણનમાં પુનરુક્તિ થઈ છે અથવા તેમાં નવીનતા નથી એવું લાગતું નથી. આ જ વસ્તુ વિષમખાણલીલા'માં દર્શાવવામાં આવેલી છે –