________________
ઉદ્યોત ૪–૬ ]
નવીનતાનાં મૂળમાં પ્રતિભા [ ૩૫૩
નથી. અને એટલે કે ધ્વનિ અને ગુણીભૂતવ્યંગરૂપ અર્થાને અનુરૂપ શબ્દયાજનારૂપી રચનાસૌ'દય પણ અપ્રતિભાન એટલે કે અર્થની પ્રતીતિ વગર કેવી રીતે સભવે ? કાઈ વિશેષ અની અપેક્ષા વગર જ અક્ષરની ગાઠવણી કરવી એને જો રચનાસૌંદય કહે। તે તે સહૃદયા નહિ સ્વીકારે. એમ જે હાય તા તે અથ વગરની ચતુર એટલે કે સમાસવાળી અને મધુર એટલે કે કામળ અક્ષરાવાળી રચનાને પણ કાવ્ય કહેવાના વારા આવે. શબ્દ અને અર્થનું સાહિત્ય એ જ જો કાવ્ય હાય તા એવી રચનાને શી રીતે કાવ્ય કહી શકાય, એમ જો કહેતા હા, તા કહેવાનું કે મીજાએ નિરૂપેલા વિષય વિશે કાવ્ય લખ્યું હોય તા તેને જેમ તમે એ પાછળથી લખનારનું કાવ્ય કહેા છે! – કારણ, તેણે તેમાં નવીનતા આણી છે – તેમ આવી રચનાઓને પણ કાવ્ય કહેવી.
આ ભાગ લેાચનકાર આ રીતે સમજાવે છે
આ કારિકામાં એમ કહ્યું છે કે જૂના કવિએનાં કાવ્યા ગમે તેટર્જી હાય તેાયે કવિમાં જો પ્રતિભાગુણ હાય તેા તેને કાવ્યાની ખેાટ પડતી નથી, બલકે કાવ્યા અનંત બની જાય છે. કારણુ, તે જૂના કવિએના અને ધ્વનિ અને ગુણીભૂતવ્યંગ્યની મદદથી વર્ણવે તેા તે નવા લાગે છે, અને આમ તેને માટે કાવ્યા અનંત બની જાય છે. આમાં અનંતતાનેા સાધક, ખરું જોતાં, પ્રતિભાગુણ છે. જેનામાં એ જ ન હોય તેને માટે કાવ્યનેા કાઈ વિષય જ રહેતા નથી. કારણ, પ્રતિભાને અભાવે તેને નવા વિષયે સ્ફુરી નહિ શકે અને જે જાણીતા છે તે તે જૂના કવિએ વાપરી નાખ્યા હોય છે. એના અથ એ થયેા કે નવા વિષય સ્ફુરવા માટે પ્રતિભા અનિવાય છે. અહીં પ્રતિપક્ષી એમ કહે છે કે કાવ્યમાં નવીનતા કઈ ફક્ત અર્થથી જ નથી આવતી; અ` નવીન ન હોય તેાયે રચનાસૌંદર્યાં. નવું હેાય તે પણ કાવ્ય નવું બની જાય છે. આમ, પહેલાં વપરાઈ ગયેલા અને વિશે પણ નવા રચનાસૌંદર્યપૂર્વક કૃતિ રચવામાં આવે તા તે નવું કાવ્ય જ લાગે અને તે સહુયેાને પણ આનંદ આપનાર થઈ પડે. પછી એમાં ધ્વનિ અને ગુણીભૂતભ્યંગ્યુના ઉપયાગ કરવા જ જોઈએ, અથવા, કવિમાં પ્રતિભાગુણુ ડાવા જ જોઈએ, એવું શા માટે કડા છે.?
સ. ૨૩
',