________________
૩૫ર ] નવીનતાના મૂળમાં પ્રતિભા
[ ધ્વન્યાલોક નથી છતાં તેના હેવારૂપી કાર્ય ચાલુ છે; આ બે અલંકારોને લીધે આ શ્લોકમાં, આ જ અર્થને નાચેનો જૂનો લેાક હોવા છતાં, નવીનતા આવી છે:
ઘડપણમાં વિદ્વાનોમાં પણ ભૂખ, તરસ, કામવાસના, મસર અને મરણને મોટો ભય – એ પાંચ વસ્તુઓ ખૂબ વધી જાય છે.”
(૩) ગુણીભૂતવ્યંગ્ય રસથી વાગ્યાથની પુષ્ટિ થતાં જૂના અર્થો માં નવીનતા આવ્યાનું ઉદાહરણ અભિનવનો પોતાને જ આ કલાક છે –
આ ઘડપણ નથી, ખરેખર તો કાલરૂ પી ભુજંગ ક્રોધાંધ બનીને માથા ઉપર ફંફાડા મારતો મારતો ઝેરનું ફીણ નાખે છે; આ જુએ છે, છતાં મનથી પાતાને સુખી માને છે, ક૯યાણને ઉપાય કરવા ઇચ્છતા નથી; અહી નવાઈની વાત છે; આ માણસ સાચે જ ધાર છે!”
આમાં, વ્યંગ્ય અભુત રસથી પુષ્ટ થયેલા વચ્ચે શાંત રસની પ્રતીતિ, વ્યંગ્યની ગૌણુતાને કારણે, નવીનતા ધારણ કરે છે. જોકે એ જ અથનો જૂને લેક છે –
જરાણું શરીરવાળી આ વ્યક્તિમાં વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી એટલે લાગે છે કે એના હદયમાં એ પાક નિશ્ચય છે કે મૃત્યુ છે જ નહિ.” નવીનતાના મૂળમાં પ્રતિભા
આમ, અવનિ અને ગુણીભૂતવ્યંગ્યને લીધે કાવ્યમાં. નવીનતા આવે છે, એ વિગતે બતાવ્યા પછી હવે ઉપસંહાર. કરતાં કહે છે કે –
કવિમાં જે પ્રતિભાગુણ હોય તે, આ રીતે વનિ અને ગુણીભૂતવ્યંગ્યનો આશ્રય લેવાથી કાવ્યર્થોને પાર જ રહેતું નથી. મતલબ કે તે અનંત બની જાય છે, જૂના હોય તોયે નવા લાગે છે.
જૂનાં કાવ્યો હોય તે (કવિમાં જે પ્રતિભાગુણ હોય તે, કાવ્યવિષયનો પાર રહેતા નથી.) પણ કવિમાં જે તે પ્રતિભાગુણ નથી તેને તે તેની પાસે કોઈ વસ્તુ જ રહેતું