________________
૩૫૦ ] રસાનુરૂપ અર્થને અલંકાર વગર ચાલે
[ ધ્વન્યાલોક વસ્તુ વધુ અભીષ્ટ હોય તેને વ્યંજનાથી વ્યક્ત કરવી, સાક્ષાત્ શબ્દ મારફતે ન કરવી. એટલે એવું સિદ્ધ થાય છે કે અંગીભૂત રસાદિનો આશ્રય લઈને કાવ્ય રચવામાં આવે તે નવા નવા અર્થને લાભ થાય છે, અને કૃતિને અતિશય ચાતા પણ પ્રાપ્ત થાય છે. આથી, બીજા અલંકાર ન હોય તે પણ, રસને અનુરૂપ અર્થવિશેષની ગૂંથણી કરવાથી કાવ્યમાં ઘણું સૌંદર્ય આવે છે. જેમ કે –
“યેગીઓમાં શ્રેષ્ઠ એવા મહાત્મા અગત્ય મુનિને જય હે, જેમણે એક ચાંગળામાં પેલા દિવ્ય મચ્છ અને કચ્છપ બંનેને જોયા.” વગેરેમાં. આમાં અભુતરસને અનુરૂપ એવી એક ચાંગળામાં મચ્છ અને કછપને જોવાની વાત કરી છે, તેથી કાવ્યની શોભા ખૂબ વધી છે. એમાં એક ચાંગળામાં આ સાગર સમાઈ ગયો એના કરતાં પણ દિવ્ય મછ અને કચ્છપને જેવા એ બિલકુલ નવી જ કલ્પના હોવાથી એ અભુત રસને વધુ અનુરૂપ છે. ચવાઈ ગયેલી વસ્તુ અભુત હોવા છતાં લોકપ્રસિદ્ધિને કારણે આશ્ચર્યકારક લાગતી નથી. વળી, નવી વસ્તુનું નિરૂપણ ફક્ત અદ્ભુત રસને જ ઉપકારક છે એવું નથી, કારણ, બીજા રસોને પણ તે ઉપકારક થઈ પડે છે. જેમ કે –
“હે ભાગ્યશાળી, ગલીમાંથી નીકળતી વખતે તેના જે પડખાને તું અકસ્માત્ અડી ગયો હતો, તે પડખે હજી પસીને થયા કરે છે, રોમાંચ થયા કરે છે, અને તે હજી કંપે છે.”
આ ગાથાના અર્થનું એટલે કે વાચ્યાર્થીનું ભાવન કરતાં રસની જે પ્રતીતિ થાય છે, તેના એક અંશ જેટલી પણ, “તને અડતાં તેને પસીને વળે છે, જેમાંચ થાય છે; તે કંપે છે” એવા પ્રતીયમાન અર્થથી નથી થતી.
આ રીતે ધ્વનિભેદનો આશ્રય લેવાથી કાવ્યના અર્થમાં નવીનતા શી રીતે આવે છે, તેનું પ્રતિપાદન કર્યું. ગુણભૂત