________________
ઉદ્યોત ૪-૫ ] મહાભારતને પ્રધાન રસ શાંત
[ ૩૪૯ -
રમણીય અર્થ બિલકુલ સ્પષ્ટ કર્યો છે. અને એ અર્થ દ્વારા સંસારથી પારના બીજા જ તત્વ પ્રત્યે અતિશય ભક્તિને ઉપદેશ કરીને, સાંસારિક વ્યવહાર પૂર્વપક્ષ હાઈ ઉપેક્ષાપાત્ર છે, એમ બતાવેલું છે. દેવતા, તીર્થ, તપ વગેરેના પણ પ્રભાવનું વર્ણન કરેલું છે તે, તે પરબ્રહ્મની પ્રાપ્તિના ઉપાય તરીકે જ, અને બીજા દેવતાઓનું વર્ણન પણ તેની વિભૂતિરૂપે જ કરેલું છે. પાંડ વગેરેના ચરિત્રનું વર્ણન પણ વિરાગ્ય પેદા કરવાના તાત્પર્યથી કરેલું હોઈ અને વૈરાગ્ય એ મેક્ષનું કારણ છે, અને મોક્ષ એ ભગવત્ પ્રાપ્તિને મુખ્ય ઉપાય છે, એવું ગીતામાં કહેલું છે, એટલે પાંડ વગેરેના ચરિત્રનું એ વર્ણન પણ, પરંપરાથી, બ્રહ્મપ્રાપ્તિના ઉપાયરૂપે જ છે.
વાસુદેવ વગેરે નામથી અપરિમિત શક્તિના આધારરૂપ - પરબ્રહ્મ જ સમજવાના છે. કારણ, ગીતા વગેરેમાં એએ એનામે જ પ્રસિદ્ધ છે. એને અર્થ મથુરામાં જન્મેલા વસુદેવના પુત્ર એ લેવાનું નથી, પણ બધા અવતાર ધારણ કરનાર પરબ્રહ્મ એ કરવાનું છે. કારણ, એને “સનાતન” એવું વિશેષણ લગાડેલું છે. વળી, રામાયણાદિમાં બીજા અવતાર માટે પણ એ નામ વપરાયેલું જોવા મળે છે, અને વયાકરણોએ એ બાબતનો નિર્ણય કરેલો છે.
આથી અનુક્રમણીમાં ઉલલેખેલા વાક્યથી એવું બરાબર સાબિત થાય છે કે ભગવાન સિવાયનું બીજું બધું અનિત્ય છે અને શાસ્ત્રની દષ્ટિએ મોક્ષ એ જ પરમ પુરુષાર્થ છે તેમ જ કાવ્યની દષ્ટિએ તૃણાક્ષયથી પ્રાપ્ત થતા સુખના પરિપષરૂપ શાંતરસ જ મહાભારતમાં અંગીરૂપે વિવક્ષિત છે. ૨સાનુરૂપ અર્થને અલંકાર વગર ચાલે
આ અર્થ અત્યંત સારરૂપ હોવાથી એ વ્યંજનાથી જ વ્યક્ત કરવામાં આવ્યું છે, વાચ્યાર્થથી કહ્યો નથી. આ સારભૂત અર્થ સ્વશબ્દથી કહેવાયેલો નથી, તેથી અત્યંત શોભા ધારણ કરે છે. વિદગ્ધ વિદ્વાનોની મંડળીમાં એ વાત પ્રસિદ્ધ છે કે જે