________________
- ૩૪૮ ] મહાભારતને પ્રધાન રસ શાંત
[ ધ્વન્યાલોક આમાં વેદ, યોગ, વિજ્ઞાન, ધર્મ, અર્થ, કામ, એને લગતાં વિવિધ શાસ્ત્રો, લયાત્રા કહેતાં સં સારવ્યવહાર કેમ ચલાવવો તે, ઈતિહાસ, વિવિધ શ્રુતિઓ વગેરેનો ઉલ્લેખ છે, પણ મોક્ષ જ પરમ પુરુષાર્થ છે અને તેનું પ્રતિપાદન અહીં કરેલું છે એવું કહેલું નથી. એના જવાબમાં સિદ્ધાંતી કહે છે કે તમારી વાત સાચી છે. મેક્ષ જ પરમ પુરુષાર્થ છે એવું ત્યાં સ્પષ્ટ શબ્દોમાં કહેલું નથી, પણ ત્યાં એવાં કેટલાંક વાક્યો છે, જેનો વ્યંજનાથી એવો અર્થ થઈ શકે. એમ કહીને એક પંક્તિ ઉતારી છે અને એ પછીની પંક્તિઓને ઉલ્લેખ કર્યો છે. આ કે આ પ્રમાણે છે :
भगवान् वासुदेवश्च कीर्त्यतेऽत्र सनातनः । स हि सत्यमृत चैव पवित्रं पुण्यमेव च ॥ शाश्वतं ब्रह्म परमं ध्रुवं ज्योतिः सनातनम् ।
यस्य दिव्यानि कर्माणि कथयन्ति मनीषिणः ।। (એમાં સનાતન ભગવાન વાસુદેવનું કીર્તન કરવામાં આવ્યું છે. તે જ સત્ય
છે, તે જ ઋત છે, પવિત્ર છે, શાશ્વત પરબ્રહ્મ છે, સનાતન ધુવતિ છે, . જેમાં દિવ્ય કર્મોનું મનીષીઓ વર્ણન કરે છે.)
એનો અર્થ એવો છે કે મહાભારતને મુખ્ય વિષય ભગવાન વાસુદેવનું ચરિત્રકીર્તન છે, અને એમાં પાંડવો વગેરેની જે વાત આવે છે તે એ ચરિત્રકીર્તનનું જ એક અંગ છે. એમાંથી વ્યંગ્યાર્થ એ નીકળે છે કે પાંડવો વગેરેનું જે ચરિત્ર એમાં આવે છે તે બધાને અંત દુઃખ શોક અને નાશમાં આવે છે. એને અર્થ એ છે કે બધા દુન્યવી પ્રપંચો એ માત્ર અજ્ઞાનજન્ય છે અને એ બધાનો અંત વૈરાગ્યમાં જ આવે છે. માટે માણસે ભગવાન વાસુદેવની ભક્તિમાં જ ચિત્ત પરોવવું જોઈએ વગેરે. મળવાન વાસુદેવશ્વ એમાં જે “ચ” શબ્દ છે, તેની વ્યંજના એ છે કે આ મહાભારત ગ્રંથમાં સંસારની અસારતા અને ભગવાનની સસારતાનું પ્રતિપાદન કરેલું છે, તે સમજવા પ્રયત્ન કરો.
અહીં એવો પણ અર્થ છે કે અનુક્રમણીમાં જે કંઈ કહ્યું છે તે બધું વાચ્ય છે, એટલે તેમાં કશી ચાતા નથી, પણ મહાકવિ વ્યાસ આ મુખ્ય વસ્તુ વ્યંજિત રાખી છે તેથી એમાં અત્યંત ચાસ્તા આવી છે.
આ જ વસ્તુ વધારે વિગતે સમજાવતાં હવે વૃત્તિમાં કહે છે –
અને મહાભારત પૂરું થતાં હરિવંશના વર્ણનથી સમાપ્તિ કરીને કવિઓમાં બ્રહ્મારૂપ તે કૃષ્ણદ્વૈપાયને આ જ નિગૂઢ