________________
૧૭૪ ] સંઘરતાનું નિયમક તત્ત્વ
[ ધ્વન્યાલેાક
પાત્ર વક્તા હાય અને તે પણ જો રસભાવરહિત હોય તે પણ ગમે તેવી સંઘટના વાપરી શકાય. પણ જો કવિ અથવા કવિનિરૂપિત પાત્ર વક્તા હેાય અને તે જો રસભાવસમન્વિત હોય, અને તે ર્સ પણ પ્રધાનપાત્રને આશ્રયે રહેલા હાઈ ધ્વનિના આત્મારૂપ હોય, તે ત્યાં સ ંઘટના સમાસ વગરની કે મધ્યમ સમાસવાળી જ હાવી જોઈએ. કરુણુ અને વિપ્રલભ શૃંગારમાં તા સંઘટના સમાસ વગરની જ હોવી જોઇએ.
શાથી ? – એવા પ્રશ્ન કેાઈ કરે તેા તેના જવાઞ એ છે કે જ્યારે રસનુ' પ્રધાનપણે પ્રતિપાદન કરવાનું હોય ત્યારે તેની પ્રતીતિમાં વ્યવધાન ઊભું કરનાર અથવા તેને વિરોધી હોય એવાં તત્ત્વાના સર્વથા પરિહાર કરવા જોઈએ. સમાસના અનેક રીતે વિગ્રહ અને અથ થઈ શકતા હોઈ, દીર્ઘ સમાસવાળી રચના કાઇ વાર રસપ્રતીતિમાં વિઘ્નરૂપ થઈ પડે છે, માટે તેને અત્યંત આગ્રહ ન રાખવા—ખાસ કરીને અભિનેયાર્થ કાવ્યમાં એટલે કે નાટકમાં. તે સિવાયનાં કાવ્યેશમાં પણ ખાસ કરીને કરુણુ અને વિપ્રલંભશૃંગારમાં એવા આગ્રહ રાખવે! ઉચિત નથી કારણ, એ રસા ખૂબ સુકુમાર છે અને શબ્દ કે અથની સહેજ પણ અસ્વચ્છતા અસ્પષ્ટતા હાય તા તેમની પ્રતીતિમાં વિલમ થાય છે.
1
તેમ છતાં જ્યારે રૌદ્રાદિ ખીજા રસનું નિરૂપણ કરવાનું હાય ત્યારે મધ્યમ સમાસવાળી સઘટના અને જો ખીરોદ્ધત નાયકનાં કાર્યાંનુ વર્ણન કરવાનુ હોય તા, દ્વીધ સમાસવાળી રચના વગર તે રસને અનુરૂપ વાગ્યાથ પ્રગટ ન થઈ શકતા હાઈ, દીઘ સમાસવાળી રચના પણ ખેાટી નથી, એટલે તેમા પણ એક જ પરિહાર ન કરવા, મતલમ કે પ્રસ...ગોઈ ને જરૂર લાગે તેા તેનેા ઉપયાગ કરવા.
એ પછી પ્રસાનું મહત્ત્વ સમજાવતાં કહે છે કે