________________
૮૮ ] અનુમિતિવાદનું ખંડન
[કવન્યાલ. છે, તેમ છતાં, તે અભિધા વ્યાપારને વિષય મટી જ નથી, તેવું જ વ્યંગ્યાથનું પણ છે. એટલે કે એની સત્યાસત્યતાને નિર્ણય અનુમાન વગેરે બીજા પ્રમાણુથી થાય છે, અને તેટલા પૂરતો તે તે પ્રમાણને વિષય બને છે, પણ તેથી કંઈ તે વ્યંજનાવ્યાપારને વિષય મટી જતું નથી. કાવ્યમાં તે વ્યંગ્યાથની સત્યાસત્યતાને નિર્ણય કરવાની જરૂર જ નથી હોતી, એટલે ત્યાં બીજાં પ્રમાણ લાગુ પડે છે કે કેમ એની ચર્ચા ઉપહાસપાત્ર જ થઈ પડે. એટલે બધે સ્થળે વ્યંગ્યપ્રતીતિ લિંગિપ્રતીતિ હોય છે, એમ ન કહી શકાય.
અથાત જ્યાં જ્યાં વ્યંજના ત્યાં ત્યાં અનુમાન એમ ન કહી શકાય.
જ્યાં શબ્દની વ્યંજના (વક્તાના અભિપ્રાયરૂપ) અનુમનગમ્ય વ્યંગ્યાથને લગતી હોય છે, તેવાં વાકષોને વનિ (કાવ્ય) નથી કહેતા.
કારણ, એ વ્યંજના વક્તાની વિવક્ષા પૂરતી મર્યાદિત હોય છે. તેમાં વસાવંકારને સમાવેશ નથી થતો હતો.
એ વ્યંજનાનો ઉલલેખ અમે એમ બતાવવા કર્યો છે કે જેઓ શબ્દ અને અર્થનો સંબંધ નિત્ય છે, એમ માને છે, તેમને પણ વ્યંજનાને સ્વીકાર કર્યા વગર છૂટકો નથી. એ વ્યંજના કેઈવાર લિંગરૂપે તે કોઈ વાર બીજે રૂપે વાચક શબ્દોમાં તેમ જ (ગીતાદિ) અવાચક શબ્દોમાં પણ રહેલી છે, એ વાતને કેાઈ વિરોધ કરી શકે એમ નથી, એ બતાવવાને અમારો પ્રયત્ન છે.
આ ભાગ સમજાવતાં લોચનાકાર કહે છે કે એ બંજના કોઈ વાર, વાતાના અભિપ્રાયની બાબતમાં બને છે તેમ, અનુમાન રૂપે, તો કોઈ વાર, પની બાબતમાં બને છે તેમ, પ્રત્યક્ષ વ્યંજ રૂપે, તો કોઈ ગીતMનિની છે રસાદિને કારણ રૂપે, કંઈ વાર વિવક્ષિતવાઅધ્વનિ પેટે અભિધાના સહકારમાં, તે કોઈ વાર અવિવક્ષિતવાવનિની પેઠે લસણાના ધારમાં, આમ વિવિધ પ્રકારે જોવા મળે છે. એ કઈ વાર વાચા શબ્દો દ્વારા તો કઈ વાર બવાયા શબ્દ દ્વારા પણ પ્રગટ થાય છે.