________________
રહ૪] ગુણીભૂતવ્યંગ્યનું નિરૂપણ
[ કન્યાથી ભામહે પણ અતિશયોક્તિની વ્યાખ્યામાં જે કરવું છે કે –
“(પહેલાં જે અતિશક્તિઓ ગણવેલી છે) એ બધી જ વક્રોક્તિ છે. એના વડે અર્થનું વિભાવન થાય છે. માટે કવિએ એને સિદ્ધ કરવા પ્રયતન કરે. એના વિના અલંકાર કે ?”
તેનો અર્થ એટલો જ કરે જોઈએ કે કવિની પ્રતિભાને લીધે અતિશક્તિ જે અલકારમાં પ્રભાવક બને છે તે જ અલંકારની શેભામાં વધારો થાય છે, બીજા અલંકારો તે માત્ર નામના જ અલંકાર રહે છે. તેથી, બધા અલંકારનું રૂપ ધારણ કરવાની એની શક્તિ હોવાથી, અભેપચારથી એ જ બધા અલંકારરૂપ ગણાય છે.
છેલ્લા વાક્યને અર્થ એ છે કે “અતિશયોક્તિ જ બધા અલંકાર છે' એ લાક્ષણિક પ્રયોગ છે. ખરું જોતાં, બધા અલંકારે જુદા છે અને અતિશયોકિત જુદી છે, પણ અહીં તેમની વચ્ચે અભેદનું કથન કર્યું છે એ કેવળ ઉપચારથી કર્યું છે.
એ અતિશયોક્તિનું બીજા અલંકાર સાથેનું મિશ્રણ કોઈ વાર વાગ્યરૂપે થાય છે, તે કઈ વાર વ્યંગ્યરૂપે થાય છે, ત્યારે પણ તે કઈ વાર પ્રધાન રૂપે થાય છે, તો કોઈ વાર ગાયરૂપે થાય છે. જ્યારે વાગ્યરૂપે થાય છે, ત્યારે તે વાચાલંકાર ગણાય છે, અને પ્રધાનપણે વ્ય ગ્યરૂપે થાય છે ત્યારે તેને સમાવેશ ધ્વનિમાં થાય છે. અને જે ગૌણપણે વ્યંગ્યરૂપે થાય છે, તે તે ગુણીભૂતવ્યંગ્ય ગણાય છે.
અને બીજા અલંકારમાં દાખલ થઈને તેને પુષ્ટ કરવાની આ વિશેષ શક્તિ બીજા અલંકારમા પણ હોય છે. પણ તેઓ બધા અલ કારમાં પ્રવેશી શકતા નથી, જ્યારે અતિશયોતિ તે બધા જ અલંકારોમાં પ્રવેશી શકે છે, એ તેની વિશેષતા છે. જે અલંકારોમાં સાદને કારણે અલ કારત્વ આવે છે, જેમ કે રૂપકોપમા, તુલ્યોગિતા, નિદર્શના, વગેરેમાં, – તેમાં