________________
૩૪૨ ] વિક્ષિતાન્યપરવાગ્યથી આવતી નથીનતાનાં ઉદાહરણ [ધ્વન્યાલે ઊંઘવાના ઢોંગ કરતા પ્રિયના મુખ ઉપર મુખ રાખીને નવવધૂ, તેના જાગી જવાની બીકે, ચુંબન કરવાની ઇચ્છાને પ્રયત્નપૂર્વક રોકી રાખ્યા છતાં, ચુંબનની લાલસાથી દોલાયમાન ચિત્ત તેના ઉપર ઝુકી રહી, અને લજ્જાથી એ મુખ ફેરવી લેશે એમ વિચારી ચુ'ખન ન કરનાર નાયકનુ' પણ હૃદય, અધૂરી આકાંક્ષાએ જ, રતિને પાર પહેાંચી ગયું,”
આ લેાક નીચેના જેવા કૈાકે હેવા છતાં નવા જ લાગે છે
66
**
વાસગૃહ સૂનુ જોઈને, ધીમેથી શયનમાંથી સહેજ એડી થઈને, ઊંઘવાના ઢાંગ કરતા પતિનું મુખ બહુ વાર સુધી જોઈ રહીને (ઊંઘે છે એમ માને વિશ્વાસથી ચુ'ખન કરતાં, તેના ગાલે ?!માંચ થયેલા જોઈ, ખાળાએ લજ્જાથી માં નીચુ' નમાવી દીધું, ત્યાં તા પ્રિયતમે હસતાં હસતાં તેને લાંબુ ચુંબન કર્યુ,”
અથવા “ખરેખર, મારા અનેક અપરાધા” ( જુએ. ઉદ્યોત ૨-૫, પૃ. ૭૪) વગેરે લેાક કરતાં જુદો જ છે. એટલે કે એમાં નવીનતા છે.
૩
આ જ રીતે, અત્યંત વિસ્તૃત એવા રસાદિનું અનુસરણ કરવું. એને આશ્રય લેવાથી કાવ્યનેા માર્ગ પરિમિત હાવા છતાં અનંત ખની જાય છે.
અમે પહેલાં કહી ગયા છીએ તે પ્રમાણે, રસ, ભાવ, રસા ભાસ, રસાભાસ, તેની પ્રશાંતિ (વગેરે રસાદિ)રૂપ માગ એ દરેકના વિભાવ, અનુભાવ વગેરેના પ્રભેદો ગણીએ તેા અત્યંત વિસ્તૃત બની જાય છે. એ બધાનું આ રીતે અનુસરણ કરવું. એ રસાદિને આશ્રય લેવાથી હુજારા મલકે અસંખ્ય પ્રાચીન કવિઓ દ્વારા અનેક પ્રકારે ખેડાયેલા હોવાને કારણે પરિમિત કાવ્યમા અનંતતાને પામે છે.