________________
ઉદ્યોત ૪-૫] રસાદિધ્વનિ ઉપર જ યાન કેન્દ્રિત કરવું [ કપ
“એક જ બાણ છેડીને હાથણીઓને વિધવા બનાવનારા મારા દીકરાને આ અભાગણી વહુએ એ કરી મૂક્યો છે કે ભાથો વેંઢારીને ફરે છે.”
જેમ વ્યંગ્યભેદને આશ્રય લેવાથી કાવ્યવિષયમાં નવીનતા આવે છે, તેમ વ્યંજકભેદને આશ્રય લેવાથી પણ આવે છે. ગ્રંથવિસ્તારના ભયથી એ હવે લખતા નથી. સહૃદયોએ જાતે જ સમજી લેવું. રસાદિ દવનિ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું
અનેક વાર કહેવાઈ ગયું હોવા છતાં અહીં ફરી એકવાર સારરૂપે કહીએ છીએ કે –
આ વ્યંગ્ય-વ્યંજકભાવના એટલે કે વનિના નાનાવિધ પ્રકાર હોવા છતાં કવિએ ફક્ત રસાદિમય પ્રકાર ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું.
કાવ્ય વિષયની અનંતતાના કારણરૂપ શબ્દના આ વ્યંગ્ય-વ્યંજકભાવના નાનાવિધ પ્રકારો સંભવે છે, તેમ છતાં વિષયની અપૂર્વતા પ્રાપ્ત કરવા ઈચ્છનાર કવિએ આ રસાદિમય વનિપ્રકાર ઉપર જ પ્રયત્નપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવું. રસ, ભાવ, રસાભાસ અને ભાવાભાસ-રૂપ વ્યંગ્ય અને પહેલાં કહેલા તેના વર્ણ, પદ, વાક્ય, રચના અને પ્રબંધ એ વ્યંજકોની બાબતમાં સાવધ રહેનાર કવિનાં બધાં કાવ્ય અપૂર્વ બની જાય છે. એ જ કારણે, રામાયણ-મહાભારત વગેરેમાં યુદ્ધો વગેરે વારેવારે વર્ણવાયાં હોવા છતાં નવાં ને નવાં લાગે છે. પ્રબંધમાં એક રસને પ્રધાન કર
પ્રબંધમાં જે એક જ રસને અંગી એટલે કે પ્રધાનરૂપે નિરૂપવામાં આવે તો એથી વિષયની નવીનતા સધાય છે અને કૃતિની ચારુતામાં પણ વધારે થાય છે. એવું કયાં બન્યું છે, એવું પૂછે તો કહેવાનું કે દા. ત., રામાયણમાં અથવા મહા