________________
૩૪૪]વિવક્ષિતા પરવાથી આવતી નવીનતાનાં ઉદાહરણ [ ધ્વન્યાલોક
“શેષનાગ, હિમાલય અને તે એટલા જ મહાન, ગુરુ અને સ્થિર છે. કેમ કે તમે જ, મર્યાદાનું ઉલ્લંઘન કર્યા વગર ચાલતી પૃથ્વીને ધારણ કરે છે.”
આ શ્લેકમાં મહાન, ગુરુ, સ્થિર, ચલાયમાન અને મર્યાદાનું ઉલંધન કર્યા વગર – એ શબ્દના બબ્બે અર્થ થાય છે. હિમાલય અને શેષનાગ તો કદમાં મહાન છે, જ્યારે રાજા પોતાના ગુણોથી મહાન છે; ગુરુ એટલે વજનદાર અને મોટો; સ્થિર એટલે અચળ અને દઢનિશ્ચયી; ચલાયમાન એટલે ચાલતી અને ચલિત થતી; મર્યાદાનું ઉલ્લંઘન કર્યા વગર એટલે પૃથ્વીને ફરવાની જે કક્ષા નકકી કરેલી છે તેને ચૂક્યા વગર, અને ધર્મની મર્યાદા ચૂક્યા વગર. પહેલા વાકયમાં “શેષ” શબ્દ શિલષ્ટ છે. ત્યાં તેને અર્થ “શેષનાગ” અને “બાકી રહેલો” એવો થાય છે. આ શબ્દ બદલી શકાય એવા નથી એટલે આ બંને શબ્દશક્તિમૂલ વનિનાં ઉદાહરણ છે.
એ જ વિવણિતાન્ય પરવાથ્યના અર્થ શક્તિમૂલ સંલક્ષ્યક્રમ વ્યંગ્યને આશ્રય લેવાથી નવીનતા આવી હોય એવું ઉદાહરણ–
દેવર્ષિ વદતાં એવું” એ કલોક, નીચેને ક હોવા છતાં, નવો લાગે છે?
નીકળે વરની વાતો, કુમારી શરમાય છે, પૃહા અંતરમાં જાગી, પુલકેશી કળાય છે.”
અર્થ શક્તિમૂલ સંલક્ષ્યક્રમના કવિપ્રૌઢક્તિસિદ્ધ પ્રકારથી નવીનતા આવી હોય એનો દાખલો –
વસંત માસ બાણ તૈયાર કરે છે” (ઉદ્યોત ૨ જે, કારિકા ૨૪ મી, પૃ. ૧૧૯) એ લેક નીચેને શ્લોક હેવા છતાં, નવીનતા ધારણ કરતે લાગે છે.
વસંત ઋતુ આવતાં આશ્રમંજરીઓની સાથોસાથ પ્રેમીજનની રમણીય ઉત્કંઠાઓ પણ એકાએક આવિર્ભાવ પામે છે.”
અર્થ શક્તિમૂલ સંલક્ષ્યકમવ્યંગ્યના કવિનિબદ્ધપાત્રપ્રૌઢક્તિસિદ્ધરૂપથી અભિનવતા આવતી હોય એવું ઉદાહરણ –
હાથીદાંત અહીં ક્યાંથી! (ઉદ્યોત ૩, કારિકા ૧, પૃ. ૧૫૨) વગેરે ગાથા, નીચેના જેવી ગાથા હોવા છતાં અપૂર્વ લાગે છે?