________________
ઉદ્યોત ૪-૪ ] રસાદિના આશ્રયથી આવતી અનંતતા [ ૩૪૩
રસભાવાદિમાંથી પ્રત્યેક તિપિતાના વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવના ઉપયોગને કારણે અનંત બની જાય છે. તેમાંથી એક એક ભેદની દૃષ્ટિએ પણ, સુકવિઓ વડે નિરૂપાતા જગતના બનાવે, વસ્તુતઃ હોય છે તેના કરતાં, કવિએની ઈચ્છા મુજબ જુદા જ બની જાય છે. આ વાત અમે ચિત્રકાવ્યનો વિચાર કરતી વખતે (૩ જા ઉદ્યોતની ૪ર મી કારિકાના પરિકર શ્લોકમાં પૃ. ૩૫૭) કહી ગયા છીએ. આ સંબંધમાં મહાકવિએ ગાથા રચેલી છે કે –
“મહાકવિઓની વિકટ વાણુને જય હે. કારણ, તે પદાર્થોને ખરેખર હોય તેના કરતાં જુદા જ રૂપે (વાચકેનાં) હૃદયમાં સ્થાપી દે છે”
આને લોચનકાર એ રીતે સમજાવે છે કે કવિની વાણીની શક્તિ બ્રહ્માની શક્તિ કરતાં પણ ચડિયાતી છે. તે પદાર્થો ખરેખર જેવા હોય છે તેના કરતાં જુદે જ એટલે કે નવે જ, અત્યંત સુંદર રૂપે તેમને ભાવકના હૃદયમાં સ્થાપી દે છે. આથી કરીને કવિના વણ્ય વિષય સદા નવીનતા પ્રાપ્ત કરતા હોય છે. આ કવિવાણીના પ્રતાપે કવિના વર્ણવેલા વિષયો. વિકટ કહેતાં નિઃસીમ, અનંત બની જાય છે.
આ રીતે રસ, ભાવ, વગેરેને આશ્રય લેવાથી કાવ્યના વિષયો અનંત બની જાય છે, એવું સારી રીતે પ્રતિપાદિત કર્યું.
એને જ દઢાવવા માટે કહે છે –
કાવ્યમાં રસને સ્થાન આપવાથી પહેલાં જોયેલા વિષ પણ, વસંત ઋતુમાં વૃક્ષોની પેઠે, નવા જેવા લાગે છે.
એ જ રીતે વિવક્ષિતાન્યપરવાના શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય પ્રકારનો આશ્રય લેવાથી નવીનતા આવે છે. જેમ કે –
પૃથ્વીને ધારણ કરવા માટે હવે તમે જ “શેષ” છે.” (ઉદ્યોત ૩ જે, કારિકા પહેલી, પૃ. ૧૫૦) એ વાક્ય, નીચેને લોક હોવા છતાં, નવું લાગે છે.