________________
ઉદ્યોત ૪-૨ ] અવિવક્ષિતવાથી આવતી નવીનતાનાં ઉદાહરણ [ ૩૪૧
(૪) સરસ એટલે ભીનાશવાળું. એ વિશેષણ અહીં વાણીને લગાડયું છે. એટલે ઠંડક આપનાર' એ લક્ષ્યાર્થ લઈ તે દ્વારા સંતાપને શમાવનારી એ વ્યંગ્યાર્થ સમજાય છે.
(૫) કિસલયિતને “કુંપળની પેઠે ફૂટેલી', એ અર્થ બાધિત થતાં પ્રગટેલી એ લજ્જાથે લેવાય છે, અને પછી તેના દ્વારા સુકુમાર એવો વ્યંગ્યાર્થ સમજાય છે.
(૬) પરિમલ એટલે સુગંધ. પણ એ અર્થ અહીં બાધિત થતાં સૌંદર્ય એ લક્ષ્યાથે લેવાય છે. અને પછી તે દ્વારા ચિત્ત ઉપર કાયમની અસર મૂકી જવાની શક્તિ એવો વ્યંગ્યાર્થ સમજાય છે. મતલબ કે તેની ગતિ - સુકુમાર અને વિત્ત પર કાયમી અસર મૂકી જાય એવી છે. બીજુ ઉદાહરણ –
પહેલે તે પહેલે; જેમ હિંસક પ્રાણીઓમાં પોતે મારેલા હાથીઓનું ભરપુર માંસ ખાનાર સિંહ તે સિંહ; એને કોણ હરાવી શકે?”
એ કલેકમાં અર્થાતરસંક્રમિત વાચ્ય વનિને ઉપયોગ કર્યો હેવાથી, નીચે ઉતારેલા શ્લોક જેવા લોકો હેવા છતાં, એ ન લાગવાને.
“પિતાના પ્રતાપથી જેણે મહિમા પ્રાપ્ત કર્યો છે તેનાથી કોણ ચઢી જાય? મોટા મોટા હાથીઓ પણ કંઈ સિંહને • હરાવી શકે ?”
આ બેમાંના પહેલા લેકમાં બીજે “પહેલો' શબ્દ “જેની ઉપેક્ષા ન થઈ શકે એવો” “અસાધારણ” વગેરે વ્યંગ્ય ધર્મોરૂપી અર્થાતરને વ્યક્ત કરે છે, અને બીજે “સિંહ” શબ્દ પણ “વીરત્વ, અનપેક્ષત્ર, વિસ્મયજનક વગેરે વ્યંગ્ય ધર્મોરૂપી અર્થાતર વ્યક્ત કરી, એને અપૂર્વ શોભા આપે છે.
અવિવક્ષિતવાય વનિના બંને પ્રકારનાં ઉદાહરણ આપ્યા પછી હવે વિવક્ષિતાન્યપરવાય વનિનાં ઉદાહરણ આપે છે. વિવણિતાન્યપરવાથી આવતી નવીનતાનાં ઉદાહરણ
એ જ રીતે વિવણિતા પરવાથ્યને પણ આશ્રય લેવાથી નવીનતા પ્રાપ્ત થાય છે.
જેમ કે –