________________
૩૪૦ ] અવિક્ષિત વચ્ચેથી આવતી નવીનતાનાં ઉદાહરણ [ ધવન્યાલોક
“તારુણ્યમાં પ્રવેશ કરતી મૃગનયનીનું શું રમ્ય નથી હતું? તેનું રિમત સહેજ મુગ્ધ હોય છે, તેની દષ્ટિને વૈભવ તરલ અને મધુર હોય છે, તેની વાણનો પ્રવાહ અભિનવ વિલાસની ઊર્મિઓથી સ-રસ બનેલું હોય છે, તેની ગતિ નવી ખીલેલી લીલારૂપી કળીના પરિમલથી ભરી ભરી હોય છે.”
આ શ્લોક, નીચે ઉતારેલા જેવા શ્લોકો હોવા છતાં, તિરસ્કૃતવાચ્ય ધ્વનિના આશ્રયને લીધે અપૂર્વ લાગે છે.
વિશ્વમ કહેતાં વિશેષ શૃંગારચેષ્ટાયુક્ત મંદ મંદ સ્મિત કરનારી, ચંચળ નયનેવાળી, અટકી અટકીને બોલતી, ભારે નિતંબને કારણે મંદ ગતિએ ચાલતી કામિનીઓ કેને પ્રિય નથી લાગતી?”
આ જૂના ગ્લૅકમાં જે કહ્યું છે તે જ પહેલાં ઉતારેલા માં પણ કહ્યું છે, એટલે વિષય કંઈ નવો નથી, પણું તે લાકમાં અત્યંતતિરસ્કૃતવાય ધ્વનિનો ઉપયોગ કરેલ હોવાથી નવીનતા લાગે છે. એ કલેકમાં મુગ્ધ, મધુર, વિભવ, સરસ, કિસલયિત, પરિમલ વગેરે શબ્દના મૂળ અર્થે બાધિત થયા છે, અને તેને બદલે જુદા જ અર્થો લેવા પડે છે અને તેમાંથી કવિને ઈષ્ટ વ્યંગ્યાથે પ્રયજનરૂપે વ્યંજિત થાય છે, એને કારણે એ લેકમાં અપૂર્વતા આવી છે. એ શબ્દોને વિચાર કરીએ તો –
(૧) મુધ તે કઈ માણસ હોય. અહીં એ વિશેષણ સ્મિતને લાગુ પાડયું છે એટલે બાધિત થતાં સ્વાભાવિક એવો લક્ષ્યાર્થ લઈએ છીએ અને તેના દ્વારા સ્મિતનું અકૃત્રિમ સૌદર્ય વ્યંજિત થાય છે.
(૨) મધુર તો કઈ ખાદ્ય વરતુ હોય. અહીં એ વિશેષણ દષ્ટિના વિભવને લાગુ પાડયું છે એટલે બાધિત થાય છે. તેથી ગમે એવ' એ લક્ષ્યાર્થ લઈએ છીએ, અને તે દ્વારા “સૌને વહાલું લાગે એવો” એવો વ્યંગ્યાર્થ સમજાય છે.
(૩) વિભવ એટલે વૈભવ તે કોઈ વ્યક્તિને હેય. તેને બદલે અહીં દષ્ટિને કહ્યો છે. એટલે એ બાધિત થતાં ‘દષ્ટિની કહેતાં કટાક્ષની વિપુલતા' એવો લક્ષ્યાયે લેવાય છે. અને તેના દ્વારા દષ્ટિ. છૂટથી બધી દિશામાં. વિતરે છે એ યંગ્યાર્થ સમજાય છે.