________________
૩૩૮ ] અનિર્વચનીયતાવાદીઓને જવાબ
[ ધ્વન્યાલોક ચર્ચા કરવી એ સહુદાને માટે કંટાળાજનક થઈ પડે એમ છે, તેથી કરતા નથી. બૌદ્ધો જેમ પ્રત્યક્ષાદિનું લક્ષણ બાંધે છે, તેમ અમે આ ધ્વનિલક્ષણ બાંધ્યું છે એમ ગણાશે.
બૌદ્ધો બધી વસ્તુને ક્ષણિક માને છે. તેમને મતે પ્રત્યેક વસ્તુ ક્ષણે ક્ષણે પલટાતી રહે છે. આ ક્ષણે જે વૃક્ષ જોયું તે વૃક્ષ બીજી ક્ષણે રહેતું નથી. એટલે કઈ પણ વસ્તુનું વર્ણન થઈ શકતું નથી. કારણ, તમે કોઈ વસ્તુ જુઓ અને તેનું વર્ણન કરે ત્યાં સુધીમાં તો તે પલટાઈ ગઈ હોય છે. એ જ રીતે વનિનું પણુ વર્ણન ન થઈ શકે, એ પણ અનાખેય જ ગણાય. એના જવાબમાં ગ્રંથકાર કહે છે કે આ મતની ચર્ચા અમે ધર્મકી ના ગ્રંથ “ પ્રમાણુવિનિશ્ચય” ઉપરની વૃત્તિ “ધર્મોત્તરી માં કરી છે. અહીં અમે અમારું પાંડિત્ય બતાવી વાચકોને કંટાળો આપવા માગતા નથી. અહીં એટલું કહેવું પૂરતું છે કે બૌદ્ધો બધી વસ્તુઓને ક્ષણિક અને અના
ખેય માનતા હોવા છતાં પ્રત્યક્ષ વગેરેની તે વ્યાખ્યા બાંધે છે, તેમ અમે પણ વનિની બધીએ છીએ, એમ ગણજો.
એટલે બીજું કોઈ લક્ષણ બંધ બેસતું થતું નથી અને એ ધ્વનિ વાચ્યાર્થરૂપ ન હોવાથી (અશબ્દાથ), અમે આપેલું લક્ષણ જ એગ્ય છે. માટે જ કહ્યું છે કે
ઇવનિના અર્થની વ્યાખ્યા થઈ શકે છે એટલે અનાખેયરૂપે ભાસે તે વનિ એવું એનું લક્ષણ ન બાંધી શકાય. એનું અમે બાંધેલું લક્ષણ જ યોગ્ય છે.” શ્રી રાજાનક આનંદવર્ધનાચાર્ય વિરચિત વન્યાલકને
ત્રીજે ઉદ્યોત પૂરે થયે.