________________
ઉદ્યોત ૩-૪૭ ]
અનિર્વચનીયતાવાદીઓને જવાબ [ ૩૩૦ રત્નપારખુ હોય તે જ રત્નની પરીક્ષા કરી શકે છે, અને સહદય હોય તે જ કાવ્યને રસ માણી શકે છે, એ સામે કોને વાંધો હોઈ શકે ?
અહીં દલીલ આ પ્રમાણે ચાલે છે. સિદ્ધાંતીએ કહ્યું કે ઇવનિને અનાખેય કહી જ ન શકાય. એટલે પ્રતિપક્ષો એમ કહે છે કે જુઓ, જ્ઞાન બે પ્રકારનું હોય છે: (૧) સવિક૯પક અને (૨) નિર્વિકલપક. સવિકલ્પક જ્ઞાનના વિષયને આપણે સામાન્ય કે જાતિવાચક શબ્દ વડે ઓળખાવી શકીએ છીએ. દા. ત., આપણે ગાય જોઈ, તે આપણે તેને “ગાય” એ જાતિવાચક શબ્દ વડે ઓળખાવી શકીએ છીએ. પણ નિર્વિકલ્પક જ્ઞાનના વિષયને એવા કોઈ સામાન્ય કે જાતિવાચક શબ્દથી ઓળખાવી શકાતો નથી. દા. ત, આપણે અંધારામાં કંઈ જોઈએ, પણ એ શું છે, એની ખબર ન પડે તો એને આપણે કઈ જાતિવાચક શબ્દ વડે ઓળખાવી ન શકીએ. અહીં આપણને જ્ઞાન થાય છે, પણ તેના વિષયને આપણે કોઈ સામાન્યવાચી શબ્દ વડે ઓળખાવી શકતા નથી, એટલે એને જરૂર અનાખેય કહી શકાય. એના જવાબમાં સિદ્ધાંતી કહે છે કે તમારી અનાખેયની આ વ્યાખ્યા સ્વીકારીએ તોયે ઇવનિ એટલે કે કાવ્યવિશેષ અનાખેય છે, એવું સિદ્ધ થતું નથી. કારણ કાવ્યની તો લક્ષણકારોએ વ્યાખ્યા બાંધેલી છે અને રનની બાબતમાં પણ એ રત્ન છે એ તો સૌ જાણે છે અને તેટલા ઉપરથી જ તેની કિંમત અંકાતી હોય છે, પણ તે ઉત્કૃષ્ટ છે કે કેમ એ જ માત્ર વિશેષજ્ઞ જાણી શકે છે. એ જ રીતે સામાન્ય ભાવક પણ કાવ્યને ચમત્કાર તો અનુભવે છે, પણ તેના વિશેષ ગુણ વધારે તો સહદય જ માણી શકે છે. આમ, રત્ન અને કાવ્ય એ બંને વિશે સૌ કોઈ એટલું તો જાણી શકે છે કે આ રત્ન છે અને આ કાવ્ય છે, એટલે એને અનાખેય તો, તમારી અનાખેયની વ્યાખ્યા પ્રમાણે પણ, ન કહેવાય, પણ એ રત્ન ઉત્કૃષ્ટ છે એની જાણ જેમ કોઈ વિશેષજ્ઞને જ થાય છે, તેમ વનિકાવ્ય રસાસ્વાદ પણ કઈ સહદય જ લઈ શકે છે. આ વાતમાં કોઈને વાંધો ન હોઈ શકે.
બૌદ્ધો બધા જ પદાર્થોને અનિવાર્ચનીય માને છે, તે જાણીતું છે. એની ચર્ચા અમે એ મતની પરીક્ષા વખતે બીજા ગ્રંથમાં કરીશું. અહીં તે બીજા ગ્રંથના વિષયની સહેજ પણ રસ. ૨૨