________________
a] અનિર્વચનીયતાવાદીઓને જવાબ
[[ધ્વન્યા જે કાવ્યમાં કેટલાક શબ્દોની અને અર્થની ચાતા, રત્નોની ઉત્કૃષ્ટતાની પેઠે, અમુક વિશેષને જ સમજાય એ રીતે વર્ણવી ન શકાય એ રૂપમાં પ્રતીત થતી હોય તેને અવનિ કહે છે, તે યોગ્ય નથી, એટલે તેને ઉલલેખ કરવા જેવું નથી. કેમ કે શબ્દની સ્વરૂપગત વિશેષતા એ છે કે તે અકિલષ્ટ હોય એટલે કે તેમાં પ્રતિકટુત્વ વગેરે દે ન હોય અને તેને વારેવારે પ્રયોગ ન થયો હોય. તેની વાચક–ગત વિશેષતા એ છે કે તેમાં પ્રસાદ ગુણ હોય અને વ્યંજના હેય. અર્થની વિશેષતા એ છે કે તે સ્પષ્ટરૂપે પ્રગટ થતો હેય, વ્યંગ્યાથપરક હેય અને વ્યંગ્યાંશ વિશિષ્ટ હેય. એ બંને એટલે કે શબ્દગત અને અર્થગત વિશેષતાની વ્યાખ્યા થઈ ન શકે એવું નથી, અને તેમની બહુ પ્રકારે વ્યાખ્યા થયેલી પણ છે.
એ ઉપરાંત, કોઈ અનાય વિશેષતાની સંભાવના કલ્પવી એ વિવેકબુદ્ધિ મરી પરવાર્યાનું જ લક્ષણ છે. કારણ કે કઈ વસ્તુ એવી તે હેઈ શકે જ નહિ, જે અનાય અર્થાત શબ્દો દ્વારા જેનું વર્ણન જ ન થઈ શકે એવી હેય. કંઈ નહિ તેયે એ વસ્તુ અનાખે છે એમ કહીને તે તેનું વર્ણન થઈ જ શકે.
સામાન્યવાચી વિકલ્પ શબ્દને વિષય ન બનતાં એટલે કે સામાન્ય અથવા જાતિવાચક શબ્દથી જેનું વર્ણન ન થઈ શકે છતાં જે પ્રગટ થાય, તેને કેટલીક વાર અનાખેય કહેવામાં આવે છે, તેમ છતાં એ વ્યાખ્યા રત્નને તેમ જ કાવ્યને લાગુ પડતી નથી. કારણ કે કાવ્યની તે લક્ષણકારોએ વ્યાખ્યા બાંધેલી છે. અને રત્નની તે તેમાં સામાન્ય એટલે કે રત્નત્વ હોય એટલે માત્રથી જ તેની કિંમત અંકાતી હોવાનું જોવામાં આવે છે, તેમ છતાં એ બે વચ્ચે એક વસ્તુ સમાન છે અને તે છે કે બંનેની સાચી પરીક્ષા વિશેષજ્ઞો જ કરી શકે છે.