________________
૩૩૪] ધનિ પછી શતિઓનું પ્રતિપાદન નિરુપયેગી [બન્યા
આ વ્યંગ્યવ્યંજકભાવના વિવેચનરૂપ કાવ્યલક્ષણ જાણી લેવાથી જે કેટલીક ઉપનાગરિકા વગેરે પ્રસિદ્ધ શબ્દાશિત વૃત્તિઓ છે, અને બીજી કેટલીક કેશિકી વગેરે અર્થીશ્રિત વૃત્તિઓ છે, તે પણ રીતિઓની પેઠે સારી રીતે સમજાઈ જશે. નહિ તે અદેખ પદાર્થોની પેઠે એ વૃત્તિઓ અશ્રદ્ધય બની જશે, અનુભવસિદ્ધ નહિ રહે.
રીતિ અને વૃત્તિને લગતો આ ભાગ સમજાવતાં ચનકાર કહે છે કે જેમણે રીતિઓ પ્રચલિત કરી તેમણે એની વ્યાખ્યા એવી બાંધી છે કે વિશિષ્ટ પદરચના તે રીતિ. એ પદરચનાની વિશેષતા તે ગુણ છે. અર્થાત જેમાં ગુણ હોય એવી પદરચના તે રીતિ. જે એમણે સહેજ વધુ વિચાર કર્યો હોત તો એમને માલૂમ પડત કે ગુણનું પર્યવસાન રસમાં જ થાય છે. વન્યાલેકમાં પણ કહ્યું છે કે ભંગાર મધુર છે, એટલે કે માધુર્ય ગુણનું પર્યવસાન શૃંગારમાં થાય છે. અને રસ તે વ્યંગ્ય જ હોય છે. એટલે કાવ્યનું પ્રધાન તરવ ધ્વનિ જ છે. અને વિનિનું યથાયોગ્ય નિરૂપણ કરવામાં આવે તે તેમાં રીતિઓનું વિવેચન પણ આવી જ જાય, એટલે તેનું જુદું નિરૂપણ કરવાની જરૂર ન રહે.
વૃત્તિઓની બાબતમાં લેચનકાર વૃત્તિઓ પણ રીતિઓની પેઠે ૨૦પર્યવસાયી છે, એમ કહે છે.
અહીં ફરી એકવાર આપણે વૃત્તિને ઇતિહાસ ઉડતી નજરે જોઈ લઈએ. કાવ્યશાસ્ત્રમાં રીતિ, વૃત્તિ અને પ્રવૃત્તિ એ ત્રણ શબ્દ વપરાય છે, એમની વચ્ચે ભેદ સમજાવતાં રાજશેખરે કહ્યું છે કે (૧) વેરવિન્યાસક્રમ તે પ્રવૃત્તિ, (૨) વિકાસવિન્યાસક્રમ તે વૃત્તિ અને (૩) વચનવિન્યાસક્રમ તે રીતિ. અગ્નિપુરાણમાં એમને સમાવેશ અનુભાવોમાં કરે છે. (૧) શરીરારંભ અનુભાવ તે આંગિક અભિનય. એને જ પ્રવૃત્તિ કહી છે. (૨) વાગારંભ અનુભાવ તે વાચિક અભિનય. એને જ રીતિ કરી છે. અને (૩) બધી જ ક્રિયાઓને વૃત્તિ કહે છે.
વૃત્તિઓનું સૌથી પહેલું વિવેચન ભરતે કરેલું છે. તેમણે ચાર વૃત્તિ ગણાવેલી છે. (૧) સાવતી, (૨) કેશિકી, (૩) આરભરી અને () ભારતી. સાત્વતી વૃત્તિ સાત્વિક અભિનયમાં વપરાય છે. એને ઉપયોગ નાટયમાં થાય છે. કેશિકી વૃત્તિ કમળ વર્ણનમાં વપરાય છે અને આરટી