________________
૧૬ ] ચિત્રકાવ્ય
વિન્યા કવિની એવી વિવેક્ષા ન હોય છતાં, વાય સામર્થ્યથી રસાદિની પ્રતીતિ થાય છે, પણ તે અત્યંત દુર્બળ હોય છે, એટલા માટે એવાં કાવ્યને નીરસ માનીને ચિત્રકાવ્યને વિષય ઠરાવેલાં છે. કહ્યું છે કે –
રસ ભાવ વગેરે વિષયની વિવક્ષા ન હોય ત્યારે અલંકારોની જે ગૂથણ થઈ હોય છે, તે ચિત્રકાબેને વિષય ગણાય છે. જ્યારે રસાદિની તાત્પર્યરૂપે વિવેક્ષા હોય ત્યારે એવું કઈ કાવ્ય નથી કે તું જે વનિને વિષય ન બનતું હોય.”
જે તમે ચિત્રકાવ્યને કાવ્ય જ નથી ગણતા તે એનું નિરૂપણ શું કરવા કર્યું, એવો પ્રશ્ન કંઈ પૂછે, તે તેનું સામાધાન કરવા હવે કહે છે કે –
બેલગામ વાણવાળા કવિઓ, રસાદિ તાત્પર્ય વગર જ કાવ્ય રચવા મંડી જતા જોવામાં આવે છે. તેથી જ અમે આ ચિત્રકાવ્યની કલ્પના કરી છે. કાવ્યને લગતી રેગ્યનીતિ ઠરાવવામાં આવે તો આજકાલના કવિઓ માટે તે વનિ સિવાયને બીજે કાવ્યપ્રકાર જ નથી. કારણ કે પરિપાકવાળા કવિઓને રસાદિ તાત્પર્ય વગર કાવ્ય લખવું શોભતું નથી.
રસાદિની દષ્ટિએ ઉચિત શબ્દ અને અર્થની, જેમાં એક પણ શબ્દની હેરફેર કે અદલાબદલી ન કરી શકાય એવી રચના કરવાને જેઓ ટેવાઈ ગયા હોય તેઓ પરિપાકવાળા કવિ કહેવાય છે.
અને જ્યારે રસાદિ તાત્પર્ય હોય છે ત્યારે તે એવી કોઈ વસ્તુ નથી દેતી, જે અભીષ્ટ રસનું અંગ બનતાં અધિક શોભી ન ઊઠે. અચેતન પદાર્થો પણ કોઈ એવા નથી જે યથાયોગ્ય રીતે વિભાવરૂપે અથવા ચેતન વૃત્તાંત સાથે જોડીને વર્ણવાયા હોય તે રસનું અંગ ન બની જાય. તેથી જ અમે કહીએ છીએ કે –
“અપાર કાવ્યસંસારમાં કવિ એક જ પ્રજાપતિ છે. તેને -જેમ ફરે છે તેમ આ વિશ્વ પલટાય છે. કવિ ને ચંગારી