________________
'હલોત ૩-૪૧, ૪૨ ]
ચિત્રકાવ્ય [ ૧૭ હોય છે તે કાવ્યમાં આખું જગત રસમય બની જાય છે, અને જે તે વીતરાગ કહેતાં વેરાગી હોય છે તે એ બધું જ નીરસ બની જાય છે. અચેતન પદાર્થોને પણ ચેતનની જેમ અને ચેતન પદાર્થોને અચેતનની જેમ સુકવિ છૂટથી પિતાના કાવ્યમાં ઈચ્છા મુજબ વ્યવહાર કરતા બતાવે છે.”
એટલે એવી કોઈ વસ્તુ છે જ નહિ, જે સંપૂર્ણ પણે રસતાત્પર્યાવાળા કવિની ઈચ્છા મુજબ તેને અભીષ્ટ રસનું અંગ ન બની જાય, કે એ રીતે નિરૂપાતાં ચારુતાને ન પિશે. આ બધું મહાકવિઓનાં કાવ્યોમાં જોવામાં આવે છે. અમે પણ અમારા કાવ્યપ્રબંધોમાં યથાયોગ્ય રીતે એ દર્શાવેલું જ છે. . આવી સ્થિતિ હેવાથી, કોઈ પણ કાવ્યપ્રકાર વિનિના ક્ષેત્ર બહાર રહેતું નથી. રસાદિને લક્ષમાં રાખીને કાવ્ય રચ્યું હોય તે ગુણીભૂતવ્યંગ્ય કાવ્ય પણ વનિનું અંગ બની જાય છે, એ અમે પહેલાં બતાવી ગયા છીએ.
પણ જ્યારે ચાર્ટુક્તિઓમાં કે દેવતાની સ્તુતિઓમાં રસાદિ અંગરૂપે નિજાયાં હોય છે, અને “હૃદયવતી' નામના પ્રકારની સહુએ રચેલી કઈ કઈ ગાથાઓમાં વ્યંગ્યવિશિષ્ટ વાચ્ય પ્રધાન હોય છે ત્યારે તે પણ ગુણીભૂતવ્યંગ્ય ધ્વનિની વિશેષ ધારારૂપ જ બની જાય છે, એ પહેલાં કહી ગયા છીએ.
અહીં “હૃદયવતી' નામે જે કાવ્યપ્રકારને ઉલેખ કરે છે, તેનું પ્રાકૃત નામ લેચનકાર “હિઅઅલલિઆ' એવું આપે છે. પ્રાકૃત કેશમાં એ શબદ “હિઆલી રૂપે આપેલો છે અને એને અર્થ “કાવ્ય સમસ્યાવિશેષ, ગૂઢાર્થ કાવ્યવિશેષ” એ બાપેલો છે. એના ઉપરથી બંગાળીમાં ‘હેવાલી” શબ્દ ઊતરી આવે છે, અને બંગાળીમાં પણ એનો અર્થ પ્રહેલિકા, સમસ્યા એ જ થાય છે. સામળની વારતાઓમાં ઘણી વાર નાયકનાયિકા એકબીજાની ચતુરાઈની પરીક્ષા કરવા સમરયાઓ પૂછે છે,
તેને આપણે આ જ એક પ્રકાર ગણી શકીએ. લેચનકારે અહીં પોતાના | ગુરુ ભદુરાજની બે ગાથાઓ ઉદાહરણ તરીકે ઉતારેલી છે, તે જોવાથી
એને ખ્યાલ આવશે. પહેલી ગાયાં આ પ્રમાણે છે: