________________
લત -, ૨ ]
શિકાગ્ય [s વગરનું હોય છે, અને રસાદિ તાત્પર્ય વગરના કેવળ ઉક્ષાદિ અલંકારો જ એમાં વાળ્યાર્થરૂપે પ્રધાન હોય છે.
અહીં પ્રતિપક્ષી પ્રશ્ન ઉઠાવે છે કે આ ચિત્ર કાવ્ય છે શું? જેમાં પ્રતીયમાન અર્થને સંસ્પર્શ ન હોય તે ચિત્રકાવ્ય? પ્રતીયમાન અર્થ ત્રણ પ્રકારનો હોય છે, એ પહેલાં કહી ગયા છીએ. તેમાં, જેમાં બીજું વસ્તુ કે અલંકાર વ્યંગ્ય ન હોય, તેને. ચિત્રકાવ્ય માની શકાય. પણ એ તો કોઈ કાવ્યપ્રકાર જ સંભવતે નથી, જેમાં રસાદિ હોય જ નહિ કારણ કે વસ્તુસ્પર્શ વગરનું કાવ્ય કલપી શકાતું નથી. અને જગતમાં જે કાંઈ વસ્તુ છે તે બધી જ કઈ ને કઈ રસનું કે ભાવનું અંગ બને જ છે, કંઈ નહિ તે વિભાવ તરીકે. રસાદિ તે ચિત્તવૃત્તિ વિશે જ છે. એવી કોઈ વસ્તુ નથી જે કઈ ને કોઈ ચિત્તવૃત્તિને ઉત્પન્ન ન કરતી હેય. જે તે ચિત્તવૃત્તિને ઉત્પન્ન ન કરતી હોય તે તે કવિને વણર્ય વિષય જ ન બને. કવિને વર્યવિષય બનેલો કોઈ પદાર્થ જ ચિત્રરૂપે નિરૂપાય છે.
પ્રતિપક્ષીની દલીલ એ છે કે જેમાં રસાદિ ભંગાર્થને સ્પર્શ પણ ન હોય તે ચિત્રકાવ્ય, એમ જે કહેતા હે, તો એવું તો કોઈ કાવ્ય સંભવતું જ નથી. કારણ, જગતમાં એવી કઈ વસ્તુ નથી જે કઈને કઈ ભાવ જગાડતી ન હોય. અને ધારે કે એવી કઈ વસ્તુ હોય તે તેને વિશે કવિ કાવ્ય લખવાનો નથી. કવિએ એને વિશે કાવ્ય કર્યું એ જ બતાવે છે કે એ વતુ ભાવ જગાડે છે. પછી તમે ચિત્રકાગ્યને રસભાવાદિસ્પર્શ શી રીતે કહી શકે?
એને જવાબ એ છે કે એ વાત સાચી છે કેઈએ. કાવ્યપ્રકાર નથી, જેમાં રસાદિની પ્રતીતિ થતી જ ન હોય. પણ કવિ જ્યારે રસાદિની વિવેક્ષા વગર જ શબ્દાલંકાર કે અર્થાલંકારની ગૂંથણી કરે છે, ત્યારે રસાદિની વિવક્ષાની દષ્ટિએ. એ કાવ્યને અર્થ રસાદિશૂન્ય છે, એમ માનવામાં આવે છે. શબ્દને અથ વિવક્ષાને આધારે થતું હોય છે. ચિત્રકાવ્યમાં